(એજન્સી) જબલપુર,તા.ર૭
એક ચોંકાવનારી ઘટનામાં એક વીસ વર્ષીય કોલેજિયન યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો કારણ કે ભાજપા નેતાએ તેના પિતાનું અપમાન કર્યું હતું. આ ઘટના મધ્યપ્રદેશમાં ઘટી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવતીએ કોલેજમાં વીડિયો જોયા બાદ શનિવારે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. વીડિયોમાં, તેના પિતા પોતાની પીઠ પર પાણીની એર બોટલ સાથે જુકેલા જોવા મળે છે. જબલપુરના ભાજપા લઘુમતી કક્ષના પ્રમુખ મોહમ્મદ શફીક ઉર્ફે હેરાએ કથિત રૂપે તેમને આવું કરવા માટે મજબૂર કર્યા હતા. ત્યારબાદ, વ્હોટસએપ પર ત્રણ વીડિયો વાયરલ થઈ ગયા. યુવતીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. યુવતીની માતાએ પોલીસને કહ્યું કે આમા સામેલ દરેક સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સોમવારે જે થયું, તે વિશે તેમણે કહ્યું કે તેમના પતિને રદ્દી ચૌકી ક્ષેત્ર પાસે કલાકો સુધી બંદી બનાવીને રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વીડિયો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન કે.કે. મિશ્રા, કોંગ્રેસના પ્રમુખ પ્રવકતાએ ભાજપના નેતાની વિરૂધ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે.
ભાજપા કાર્યકર્તાએ પિતાનું અપમાન કરતાં કિશોરીનો આત્મહત્યાનો પ્રયાસ, વીડિયો વાયરલ

Recent Comments