(એજન્સી) તા.ર૪
ઉ.પ્ર.માં બીએસપીના ઉમેદવારનું રાજ્યસભાની ચૂંટણીઓમાં પરાજય થયો. ભાજપાએ લોકસભાની પેટાચૂંટણીઓમાં હારનો બદલો લીધો. ભાજપે રાજ્યસભામાં બધા જ પ્રયાસો કરી છેવટે પોતાના ૯માં ઉમેદવારને વિજય અપાવ્યો અને બીએસપીના ઉમેદવારને હરાવ્યા. જો કે, આ ઘટનાને અમુક લોકો ભાજપનો માસ્ટર સ્ટ્રોક ગણી રહ્યા છે પણ ખરી રીતે અમિત શાહે પોતાના પગમાં જ ગોળી મારી છે. આ હારના લીધે માયાવતી ભાજપાથી બદલો લેશે જેના અનુસંધાનોએ એસપી સાથે કોઈપણ ભોગે આગામી લોકસભામાં ગઠબંધન કરશે. જો બધા વિપક્ષો ભેગા થઈ જાય તો ર૦૧૯માં ભાજપા માટે જીતવું મુશ્કેલ થઈ જાય જેનું ટ્રેલર પેટાચૂંટણીઓમાં દેખાયું છે. બધા વિપક્ષો ભેગા થાય તો એનો અર્થ દલિતો, મુસ્લિમો, યાદવો અને પછાત જાતિઓ ભાજપથી દૂર થઈ જાય. ર૦૧૪ના પરિણામો તરફ જોઈશું તો ખ્યાલ આવશે કે જો ત્રણેય પક્ષો ભેગા થયા હોત તો ભાજપને ૭૪ના બદલે ફકત ર૪ બેઠકો જ મળી શકી હોત. માયાવતીને ખબર હતી કે રાજ્યસભાની ચૂંટણીઓમાં ભાજપ એમના પક્ષને ચૂંટણી જીતવા નહીં દે એ માટે જ એ પોતે ચૂંટણીમાં ઊભા રહ્યા ન હતા. ભાજપે એક મોટા ઉદ્યોગપતિને ઊભા રાખ્યા હતા અને માયાવતી તરફે એક સામાન્ય દલિત વ્યક્તિ હતા જેથી એ કહી શકશે કે ભાજપે દલિતને હરાવ્યા ભાજપ દલિત વિરોધી છે.