(એજન્સી) નવી દિલ્હી તા,૨૨
દિલ્હીના સિંધુ બોર્ડર ઉપર બે અઠવાડિયાઓથી કૃષિ કાયદાઓની વિરૂદ્ધ પ્રદર્શન કરનાર ખેડૂતે જણાવ્યું કે ભાજપે ખોટી રીતે મારો ફોટો મેળવી કૃષિ કાયદાઓની તરફેણમાં બનાવાયેલ જાહેરાતોમાં મારા ફોટાનો ઉપયોગ કર્યો છે. ૩૫ વર્ષીય હરપ્રીતસિંઘે જણાવ્યું કે હું પાર્ટીને કાયદેસરની નોટિસ સાથે મારો મૂળ ફોટો પણ મોકલાવીશ.
ભાજપે ખેડૂતોને પરેશાન કરી રહેલ અને ચિંતા વધારનાર મુખ્ય બાબત જે ટેકાના ભાવો રદ્દ કરવાની ભીતિ એમને થઇ રહી છે એ દૂર કરવા ભાજપે જાહેરાતો કરી એમને આશ્વાસનો આપવાના પ્રયાસો કર્યા છે કે, ટેકાના ભાવો દૂર નહીં થાય એ માટે જાહેરાતો કરી રહી છે જેમાં હરપ્રીતસિંઘના ફોટાનો ઉપયોગ કર્યો હોવાનો દાવો હરપ્રીતસિંઘ કરી રહ્યા છે. આ જાહેરાતોમાં ભાજપ આંકડાઓ સાથે માહિતી આપે છે કે અમોએ ટેકાના ભાવે કેટલી ખરીદી કરી છે. સિંઘે કહ્યું કે જે મારા ફોટાનો ઉપયોગ જાહેરાતમાં કરાયો છે એ સાત વર્ષ જૂનો છે જે સોશિયલ મીડિયામાંથી મારી પરવાનગી વિના લેવામાં આવ્યો છે. પંજાબના હોશિયારપુરના નિવાસી ખેડૂતે કહ્યું કે મારા એક મિત્રે મને આ જાહેરાત બાબત કહ્યું હતું. હવે મને બધા ભાજપનો પોસ્ટર બોય કહી રહ્યા છે. પણ હું નથી. હું પ્રદર્શનો કરી રહેલ ખેડૂતોનો પોસ્ટર બોય છું. એમણે કહ્યું કે, હું સિંધુ બોર્ડર ઉપર અન્ય ખેડૂતો સાથે વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઇ રહ્યો છું.
Recent Comments