(એજન્સી) તા.૨૧
બંગાળી વિરોધી હોવાનો પોતાના હરીફો તરફથી આક્ષેપોનો સામનો કરી રહેલ ભાજપે પ.બંગાળમાં રવિવારે નવા માતૃભાષા દિનને મનાવવાનો ખ્યાલ વહેતો કર્યો હતો. શનિવારે આ માતૃભાષા દિવસ માટે પ્રચાર કરતાં ભાજપના બંગાળ એકમના પ્રમુખ દિલીપ ઘોષે ફેસબુક પોસ્ટમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીનું એક અવતરણ ટાંકીને માતૃભાષાનું મહત્વ દર્શાવ્યું હતું.
તેમણે ૧૯૫૨માં કટક ખાતે યોજાયેલ નિખીલ ભારત બંગસાહિત્ય સંમેલન ખાતે પોતાના ભાષણમાં એવું જણાવ્યું હતું કે જો અન્ય ભાષા કરતાં પોતાની માતૃભાષાને મહત્વ આપવાની બાબત પ્રદેશવાદ ગણાતી હોય તો હું કોઇ પણ જાતના ખચકાટ વગર કહીશ કે અમારામાં આ પ્રદેશવાદ છે અને તેના વગર અમે બધું ગુમાવીશું. શ્યામા પ્રસાદ મુખરજીનું આ અવતરણ દિલીપ ઘોષે પોતાની ફેસબુક પોસ્ટમાં ટાંક્યું હતું. ૨૦, સપ્ટે.ના રોજ ભાજપનો પશ્ચિમ બંગા માત્રીભાષા દિબસ એ રાજ્યમાં એક નવતર ખ્યાલ છે. સામાન્યતઃ રાજ્ય ૨૧, ફેબ્રુ.ના રોજ માતૃભાષા દિન ઉજવે છે. યુનેસ્કોએ પણ તેને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે બહાલિ આપી છે. આ દિવસનું બંગાળી ભાષી લોકો માટે ખાસ સંવેનશીલ મહત્વ છે કારણ કે ૨૧, ફેબ્રુ.૧૯૫૨ના રોજ એ વખતે તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષી લોકો પર ઉર્દૂ થોપવાનો વિરોધ દરમિયાન ઢાંકાની શેરીઓમાં પોલીસ ગોળીબારમાં ચાર બંગાળી વિદ્યાર્થીઓના મોત થયા હતા.
યુનેસ્કોએ ૧૯૯૯માં બાંગ્લાદેશની સરકારની વિનંતી પર ૨૧,ફેબ્રુ.ને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે માન્યતા આપી હતી. દર ૨૧, ફેબ્રુ.એ પ.બંગાળમાં બંગાળી વિરાસતની ઉજવણી કરવામાં આવે છે અને પેટ્રાપોલ ખાતે બાંગ્લાદેશ અને ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ બંને દેશોના ભાષા ચાહકો માટે ખુલ્લી મૂકવામાં આવે છે કે જેથી તેઓ બાંગ્લાદેશની સરહદમાં આ ઉજવણીમાં ભાગ લઇ શકે.
જ્યારે ભાજપનો પશ્ચિમ બાંગા માત્રીભાષા દિવસ ૨૦૧૮માં ઉત્તર બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં ઇસ્લામપુર ખાતે દારિવીદ હાઇસ્કૂલના કેમ્પસમાં થયેલ ગોળીબારમાં મૃત્યુ પામેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં બે વિદ્યાર્થીઓની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. ભાજપના માતૃભાષા દિનને વિપક્ષો કોમવાદીકરણની યોજના તરીકે જુએ છે.