રાજપીપળા, તા.ર૮
એક બાજુ નાંદોદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સામે કાર્યકરોમાં જ રોષ ફાટ્યો છે એવા સમયે નર્મદા કોંગ્રેસના અગ્રણી કોંગ્રેસી કાર્યકર દિનેશ દેસાઈ, નાંદોદ તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્યના પતિ, કોંગ્રેસી વિચારધારા ધરાવતા સરપંચો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ સોમવારની રાત્રીએ સાંસદ મનસુખ વસાવાના હાથે ભાજપનો ખેસ પહેર્યો હતો અને શબ્દશરણ તડવીને ટેકો આપ્યો હતો. તો કોંગ્રેસી કાર્યકરોના ભાજપ પ્રવેશના બીજા જ દિવસે પાટીદારોની બહુમતી ધરાવતા નાંદોદના હજરપુર ગામમાં ભાજપ વિરુદ્ધ બેનરો લાગ્યા હતા. તેમાં જણાવાયું હતું કે અમારા ગામમાં ભાજપ વિરુદ્ધ ૧૪૪ની કલમ લાગી છે. તો અમારા ગામમાં કોઈ પણ ભાજપના કાર્યકરે મતની ભીખ માંગવા આવવું નહીં બાકી કાઈ પણ થશે એની જવાબદારી તેમની રહેશે એમ જણાવાયું છે.
ભાજપે મતની ભીખ માંગવા ન આવવું એવા બેનરો લાગ્યા

Recent Comments