કોટડાસાંગણી,તા.૨૭
કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત સમાજની યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં ચાલુ કારે અમિતે યુવતીને રિવોલ્વર અણીએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના બે મિત્રોએ પણ બળજબરીપૂર્વક યુવતી સાથી શરીર સંબંધ બાધી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કોટડાસાંગાણી પોલીસે યુવતીની ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ડીવાયએસપી શ્રુતી મહેતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ આરોપી અમિતે રિવોલ્વર બતાવી કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીને હાલ ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે. એસપી બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમજ પીડિતાની પૂછપરછ કરવામાં આવી છે. તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે. સામુહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલો અમીત પડાળીયા કોટડાસાંગાણી તાલુકા ભાજપનો પુર્વ મહામંત્રી છે. અમીતની માતા હાલ રામોદના સરપંચ છે. જ્યારે અન્ય શાંતિભાઇ પંચાયતનો કોંગ્રેસી સદસ્ય છે. રાજકીય માથાંઓ ગેંગરેપની ઘટનાંમાં સંડોવાયેલા હોય ચકચાર મચી છે.