(એજન્સી) તા.૨૬
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહે શનિવારે કહ્યું કે ભાજપ અને તેના સહયોગીઓ તથા જમ્મુ-કાશ્મીરના વહટીવટી તંત્રએ જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી(ડીડીસી)ના પરિણામો સ્વીકારવા જોઈએ અને હોર્સ ટ્રેડિંગના પ્રયાસો બંધ કરી દેવા જોઈએ. તેમણે કહ્યું કે તેનાથી તો ફક્ત લોકશાહી અને લોકશાહીના સંસ્થાનો પર માઠી અસર થશે. તેમણે પીડીપીના પૂર્વ નેતા અલ્તાફ બુખારીના નેતૃત્વ હેઠળની અપની પાર્ટી પણ આરોપ મૂક્યો હતો કે પરાજય બાદ હવે આ લોકો નવા ચૂંટાયેલા ડીડીસીના સભ્યોને ખરીદવાના પ્રયાસો કરી રહ્યા છે. શોપિયાં જિલ્લાની વાત કરીએ તો કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સના અમુક વિજેતા ઉમેદવારોને શ્રીનગર લગાવાય અને તેમને અપની પાર્ટી સાથે જોડાવા દબાણ કરાયું. ઓમરે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું કે નવા ચૂંટાયેલા પ્રતિનિધિને ઓફર કરવામાં આવી કે જો તેઓ અલ્તાફ બુખારીની પાર્ટીમાં જોડાઈ જશે તો તેમના ભાઇને ત્રણ દિવસમાં મુક્ત કરી દેવામાં આવશે. શુક્રવારે ડીડીસી સભ્ય યાસ્મીના જાને અપની પાર્ટીનો સાથ સ્વીકારી લીધો હતો. ઓમરે કહ્યું કે ભાજપ અને અપની પાર્ટી તથા જમ્મુ-કાશ્મીરનું વહીવટી તંત્ર આ ચૂંટણીના પરિણામોને સ્વીકારે અને પોતાનો પરાજય સ્વીકારતાં ગુપકાર ગઠબંધનને માન આપે. ગુપકા ગઠબંધને સૌથી વધુ બેઠકો જીતી છે. ભાજપ, અપની પાર્ટી, કેન્દ્ર તથા રાજ્યની સરકાર આ વાતને સ્વીકારતી કેમ નથી ?