ગુરુવારે રાજ્ય સચિવાલયમાં રાજ્યના વરિષ્ઠ વહીવટી અધિકારીઓની હાજરીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પ્રહાર કર્યા હતા.
બેનરજીએ કહ્યું, “કેન્દ્રિય ગૃહ પ્રધાનને નિગમની ચૂંટણીની દેખરેખ કરતા હોય, આદિવાસી ઘરમાં જતા હોય, ભોજનની વ્યવસ્થા કરતા હોય અને જમતા હોય, તે મેં ક્યારેય જોયું નથી. દેશની સરહદોને જુઓ. ત્યાં પરિસ્થિતિ ભયંકર છે.”
જોકે મુખ્યમંત્રીએ અધિકારીઓ પર પોતાનો ગુસ્સો દર્શાવ્યો નહીં, તેમણે કહ્યું કે, “ભાજપ જૂઠ્ઠાણાની પાર્ટી છે. બંગાળમાં તેનું કોઈ સ્થાન નથી. બંગાળ પહેલાથી જ અહીં રહેતા લોકો સિવાય કોઈ બહારના લોકોને સ્વીકારશે નહીં.” તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઉપસ્થિત અધિકારીઓને કોઈ પણ રીતે દોષી ઠેરવવા જોઈએ નહીં.
બેનરજીની પ્રેસ બ્રીફિંગમાંથી કોઈ પણ અધિકારીઓ બહાર નીકળ્યા ન હતા જે તેમના રાજકીય વિરોધીઓને નિશાન બનાવવાનું એક મંચ બની ગયો હતો.
ભગવા પક્ષ પર આરોપ લગાવતા બેનરજીએ કહ્યું હતું કે ભાજપનો મતલબ “એક રાષ્ટ્ર, એક વ્યક્તિ અને એક રાજકીય પક્ષ” છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુરુવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે પ્રખ્યાત લોકોની સમિતિની રચના કરી. આ પેનલમાં નોબેલ વિજેતા અમર્ત્ય સેન, અભિજિત વિનાયક બેનરજી અને વિદ્વાન શિક્ષણવિદ અને નેતાજીની ભત્રીજી, સુગતા બોઝ સહિતના લોકોનો સમાવેશ કર્યો છે.
દરમિયાન, રાજ્ય સરકારે ગુરુવારે રાજ્યના દરેકને ૫ લાખ રૂપિયાના આરોગ્ય વીમા કાર્ડ આપ્યા હતા. આ કાર્ડ, જે અગાઉ સરકારી, અર્ધ-સરકારી અને કોન્ટ્રાક્ટ કામદારો સુધી મર્યાદિત હતા, જેને રાજ્યના દરેક ઘર સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું કે, “દરેક કુટુંબીજનોને ૫ લાખ રૂપિયા સુધી તેનો લાભ મળી શકે છે.”
સરકારે કહ્યું કે આ કાર્ડ એ વડાપ્રધાનની આરોગ્ય વીમા યોજનાનો જવાબ છે. “મેં અનુમાન લગાવ્યું છે કે આપણે તેના માટે વાર્ષિક રૂા.૨૦૦૦ કરોડ ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારના આરોગ્ય વીમા કાર્ડ માટે તેમના દ્વારા સંપૂર્ણ રીતે નાણાં આપવામાં આવતા નથી. રાજ્યને ૪૦ ટકા ચૂકવવા પડે છે. મારે તે શા માટે આ સ્વીકારવું જોઈએ.” એમ મુખ્યમંત્રીએ પૂછ્યું. – રવિ બેનરજી