વડોદરા, તા.૨

વડોદરાના ભાજપના કાર્યકર દ્વારા ગણેશ વિસર્જન અને નવરાત્રિ મહોત્સવની ઉજવણી માટે રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે ૪ વ્યક્તિને સાથે રાખી તળાવમાં ગણેશ વિસર્જન કરવાની મંજૂરી માંગતી હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. પરંતુ પ્રજાહિતમાં કોઈ ન્યાય નહીં મળતાં ભાજપ કાર્યકર્તાએ પ્રદેશ પ્રમુખને ઈમેલ દ્વારા રાજીનામું આપી દઈ આર.એસ.પી.માં જોડાઈ ગયા છે.

ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને વિસ્તારક અરવિંદભાઈ સિંધાએ ભાજપની હિન્દુવાદી સરકાર દ્વારા ગણેશ ઉત્સવમાં વિસર્જનની પ્રક્રિયા અંગે યોગ્ય ન્યાય નહીં મળતાં રાજીનામું આપી ગઈ ઘરમાં જ ગણેશ વિસર્જન કર્યું હતું તેમણે પ્રદેશ પ્રમુખને કરેલા ઈ-મેઈલમાં રાજીનામું આપી દે જણાવ્યું છે કે, હિન્દુત્વની વિચારધારાને અનુલક્ષી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદર્શ, સંગઠિત વિચારધારાને પ્રેરિત ૨૦૦૨ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો હતો.

તાજેતરમાં ગણપતિ ઉત્સવ, નવરાત્રિ ઉત્સવ પ્રતિબંધિત કર્યા હોવાથી તેની રજૂઆત માટે છેલ્લા કેટલાય સમયથી વારંવાર વહીવટી તંત્રને, રાજ્ય સરકારને રજૂઆત કરી ૪ વ્યક્તિ વિસર્જનની મંજૂરી માંગી વિનંતી કરી હતી, તેમ છતાં પણ વર્ષોથી ઉજવાતા તહેવારોને પ્રતિબંધ મૂકવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં ઁૈંન્ દાખલ કરી હતી.

આ ઁૈંન્બોમ્બે હાઈકોર્ટનું મોહર્રમ જુલૂસ પાંચ વ્યક્તિની મંજૂરી આપી હતી તે ચુકાદા વિશે પણ અમારા વકીલે રજૂઆત કરી હતી તેમજ તેવી જ રીતે અમને પણ પાંચ વ્યક્તિની મંજૂરી વિસર્જન માટે આપો તેવું જણાવવા છતાં પણ આજે હાઈકોર્ટ મંજૂરી આપવા તૈયાર ન થતા અમોએ ઁૈંન્ પરત ખેંચી લીધી છે.

તેથી હિન્દુત્વનું સ્વમાન ઘવાતા આજરોજ ભાજપા સરકારના હિન્દુ રાજમાં, વહીવટી તંત્રમાં ન્યાય ન મળતાં, હિન્દુત્વ વિષેની લડતમાં એક પણ ભાજપાના હોદ્દેદાર, ચૂંટાયેલા સભ્યોએ પણ સાથ ન આપતા રાજીનામું આપું છું.