(એજન્સી) ચંદીગઢ, તા.રર
ભાજપ શાસિત રાજ્ય હરિયાણામાં બળાત્કારની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. ગત કેટલાક દિવસોમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં થયેલ ગેંગરેપ અને હત્યાના મામલાઓને મહિલા સુરક્ષાને લઈ પોલીસના દાવાઓની પોલ ખોલી નાંખી છે. હરિયાણામાં સતત થઈ રહેલી રેપની ઘટનાઓએ રાજ્યની સાથે આખા દેશને હચમચાવી નાંખ્યો છે. આની વચ્ચે ભાજપ સાંસદ અને અભિનેત્રી કિરણ ખેરે કહ્યું કે, આવી ઘટનાઓ હંમેશા થતી રહે છે. હરિયાણામાં સતત થઈ રહેલી રેપની ઘટનાઓ પર ચંદીગઢથી ભાજપ સાંસદ કિરણ ખેરે કહ્યું કે આવી ઘટનાઓ તો હંમેશા થતી રહે છે. માત્ર માઈન્ડસેટમાં બદલાવ લાવી શકાય છે. પરિવારથી જ સમાજ બદલવાનું શરૂ થાય છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ હરિયાણા પોલીસે એડીજીપીએ શર્મનાક રીતે રેપને ‘સમાજનો ભાગ’ ગણાવ્યો હતો. આ પ્રથમવાર નથી કે ભાજપ સાંસદ કિરણ ખેરે રેપની ઘટના પર વિવાદિત નિવેદન આપ્યું છે. આની પહેલાં પણ ચંદીગઢ ગેંગરેપ મામલે કિરણ ખેરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓએ ગેંગરેપ પીડિતાને સલાહ આપતાં કહ્યું હતું કે પીડિતાને પણ પોતાનું ખ્યાલ રાખવું જોઈતું હતું.
ભાજપ સાંસદ કિરણ ખેરનું વિવાદાસ્પદ નિવેદન : ‘આવી ઘટનાઓ હંમેશા થતી રહે છે’’

Recent Comments