(એજન્સી) તા.પ
ઝારખંડના કાંકેથી ભાજપ ધારાસભ્ય સમરીલાલ પર તેમની પત્ની અનિતા દેવીએ માર મારવા અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે સમરીલાલની પત્ની અને પુત્રીએ તેમનું વિદ્યાયક પદ સમાપ્ત કરવાની માંગ કરી છે. પત્નીએ આરોપ લગાવ્યો કે સમરીલાલ રોજ દારૂ પીને તેમને મારે છે. સમરીલાલની પુત્રી અને પત્ની ભાજપની ઓફિસ પહોંચ્યા અને પોતાની વ્યથા વ્યકત કરી. ધારાસભ્યની પુત્રીએ જણાવ્યું કે તે અમારી બંનેની સાથે હિંસા કરે છે. તેમણે અમને જીવથી મારવાની ધમકી પણ આપી છે. દીકરીનું કહેવું છે કે, સમરીલાલે જણાવ્યું કે ભાજપના ધારાસભ્ય છે. કોઈપણ પોલીસ સ્ટેશનમાં તેમની વિરૂદ્ધ કેસ દાખલ નહી થાય. શુક્રવારે સવારે ધારાસભ્યની પત્ની, પુત્રી અને જમાઈ પાર્ટી ઓફિસ પહોંચ્યા અને પોતાની આપવીતી વ્યકત કરી. જો કે તે સમયે પાર્ટી ઓફિસમાં કોઈ પદાધિકારી હાજર ન હતા. સમરીલાલના પરિવારે તેમનું ધારાસભ્ય પદ સમાપ્ત કરવાની માંગ કરી. ત્યાં આ મામલે સમરીલાલનું કહેવું છે કે, આ મામલો ઘરેલુ છે. તે અંગે પાર્ટી ઓફિસ આવવાની જરૂર ન હતી. સમરીલાલે જણાવ્યું કે તેમની પત્ની રાજસ્થાનના ઝુંઝનુમાં નોકરી કરે છે. હાલમાં તે ઘર આવી છે અને તેમના દીકરી જમાઈ પણ ઘર છે. મને ખબર છે કે મારી ભાભી અને ભત્રીજાનો દીકરી જમાઈ સાથે ઝઘડો થયો છે. ત્યાર બાદ આ લોકોની વચ્ચે વાત વધી ગઈ અને પછી આ લોકોએ મારામારી કરી. આ વિવાદમાં તેમની કોઈ ભૂમિકા નથી. તે ઘર જઈને બધાને સમજાવશે. ત્યાં ભાજપના રાજય પદાધિકારીઓએ તેને ધારાસભ્યનો પારિવારિક મામલો બતાવતા કંઈ પણ કહેવાથી ઈન્કાર કરી દીધો.