સુરત, તા.૧૭
ભાટિયા ટોલનાકા પરથી જીજે ૫ અને જીજે ૧૯ના વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે છેલ્લા પોણા બે મહિનાથી આંદોલન ચલાવી રહેલા ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા આજે બપોરે ચોકબજાર ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેસવાના છે.કામરેજ ટોલનાકાની જેમ ભાટિયા ટોલનાકા પરથી સ્થાનિક વાહન ચાલકો ટોલટેક્સને મુક્તિ આપવા માટે ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. છેલ્લા દોઢ બે મહિનાથી ચાલતી લડત દરમિયાન સમિતિ દ્વારા શહેર અને ગામડે મીટિંગો કરી લોકોમાં જનજાગૃતિ લાવ્યા બાદ આ અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. આટલુ ઓછું હોય તેમ સાસંદ ધારાસભ્ય, મેયર, જિલ્લા પંચાયત પ્રમુખને પણ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમની માગણીનું નિરાકરણ નહીં આવે તો ચોકબજાર ગાંધીજીની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્મ આપવાની ચીમકી આપી હતી ત્યારબાદ ચક્કાજામ સહિતના આશ્વયજનક કાર્યક્રમો કરવાની તૈયારી બતાવી છે.