(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૫
ભાટીયેલ ગામમાં રહેતો ભરત બળદેવભાઈ બ્રહ્મભટ્ટ નામનો ૩૫ વર્ષનો યુવકઆજે બપોરે ૧૨ વાગ્યાનાં સુમારે ગામમાં આવેલ મોબાઇલના ટાવર પર ચઢી ગયો હતો અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા જેને લઈને આજુબાજુના લોકોનાં ધ્યાન પર આવતા લોકોનાં ટોળે ટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા તેમજ ગામનાં સરપંચ સહીત આગેવાનો પણ દોડી આવ્યા હતા અને તેઓએ આત્મ હત્યા કરવા માટે મોબાઈલ ટાવર પર ચઢેલા ભરતને નીચે ઉતરી જવા સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.પરંતુ જીદે ચઢેલો ભરત નીચે ઉતરવાની જગ્યાએ આત્મહત્યા કરવાની ધમકી આપતો હોવાના કારણે ગામના આગેવાનો દ્વારા પેટલાદ ગ્રામ્ય અને આણંદનાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનાં લાસ્કરો દ્વારા ભરત ટાવર ઉપરથી કુદી પડે નહી તેનું ધ્યાન રાખીને ખુબજ સુઝ બુઝથી સતત ત્રણ કલાકની ભારે ઝહેમત બાદ ભરતને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી. ભરતને ફાયરબ્રિગેડ દ્વારા નીચે ઉતાર્યા બાદ તેનાં પરિવારજનો અને ગ્રામજનો દ્વારા રાહત અનુભવી હતી.