જામનગર, તા.ર૩
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમા આજથી દસ વર્ષ પહેલાં એક મહિલાની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં નાસતો-ફરતો મૃતકનો દિયર પેરોલ ફર્લો સ્કવોડની ટીમના હાથે ઝડપાઈ ગયો છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આજથી દસ વર્ષ પહેલા ૨૦૧૧ની સાલમાં મંગીતાબેન નામની એક મહિલાની સૌપ્રથમ ગળે ટૂંપો દઇ હત્યા નિપજાવી હતી, ત્યાર પછી મૃતદેહને કોથળામાં બાંધી પગમાં પથ્થરો બંધી મૃતદેહને વોકળામાં ફેંકી દીધો હતો. જે હત્યા પ્રકરણમાં મૃતકના પતિ મેરેસિંગ તેમજ સંગીતાબેનનો દિયર કમેશ ઉર્ફે કમલેશ બામણીયા અને મેરર્સિંગનો બનેવી સંડોવાયેલા હતા.
જે પ્રકરણમાં અગાઉ પતિ અને બનેવીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. પરંતુ કમલેશ ભાગી છૂટ્યો હતો, અને છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો હતો. જામનગરની પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આરોપી કમલેશ બામણીયા હાલ ભાવનગર જિલ્લાના ગારીયાધાર મા સંતાયો છે તેવી ચોક્કસ માહિતીના આધારે તપાસનો દોર ગારીયાધાર સુધી લંબાવી આરોપી કમલેશને પકડી પાડયો હતો, અને જામનગર લઈ આવ્યા પછી કાલાવડ પોલીસ મથકમાં સુપરત કરી દીધો છે.
ભાભીની હત્યા કરી ૧૦ વર્ષથી નાસતો ફરતો દિયર ઝડપાયો

Recent Comments