(એજન્સી) તા.૨૬
ભારતની સંસદે તાજેતરમાં શ્રમ કાયદાઓ પસાર કર્યા છે જેને સરકાર ઐતિહાસિક ગણાવે છે અને સાથે સાથે એવું જણાવે છે કે આ કાયદા કામદારો અને બિઝનેસ બંનેને સહાયભૂત થશે. પરંતુ કર્મશીલોને દહેશત છે કે નફા માટેની દોટમાં શ્રમિકો પોતાના અધિકારો ગુમાવી દેશે. નિષ્ણાતો કહે છે કે આ કાયદાનો હેતુ કામદારોનું રક્ષણ કરવાનો છે અને ભુલભુલામણી જેવા કાયદાઓને સ્ટીમલાઇન કરવાનો છે જે નાની કંપનીઓના ૧૦૦૦૦ કામદારોને હડતાલ પર જવાનો કે લાભ મેળવવાના અધિકાર છિનવી લે છે. ભારતના ૯૦ ટકા કામદારો અસંગઠિત સેક્ટરમાં કામ કરે છે અને તેમને કોઇ સુરક્ષા નથી તેમજ તેમના પગારો ઓછા હોય છે અને ભાગ્યે જ કોઇ લાભ મળે છે. નવા કાયદાઓમાં કોવિડ-૧૯ના પડકારોને પહોંચી વળવા માટેના પગલાંઓ છે. આ કાયદાઓમાં હેલ્થ ચેકઅપ, વતન મુલાકાત, તત્કાળ સહાય અને લેખિત શરતો વગેરેને સ્થાન આપે છે. ભારતના શ્રમ પ્રધાન સંતોષકુમાર ગંગવારે આ ઐતિહાસિક વિધેયકને ભારતમાં શ્રમ કલ્યાણની દિશામાં સીમાચિહ્નરૂપ ગણાવ્યાં છે. ભારતની સ્વતંત્રતાના ૭૩ વર્ષ બાદ જટિલ શ્રમ કાયદાઓના સ્થાને હવે વધુ સરળ, વધુ અસરકારક અને વધુ પારદર્શી કાયદાઓ સ્થાન લેશે એવું ગંગવારે જણાવ્યું છે. શ્રમ સંહિતા કામદારોના અધિકારોનું રક્ષણ કરશે અને ઉદ્યોગો માટે સરળતાથી કામ કરવાનો માર્ગ મોકળો કરશે. હવે બિઝનેસ સ્થાપવા માટે અનેક પ્રકારના રજીસ્ટ્રેશન અને લાયસન્સની જરુર નહીં રહે. ભારતમાં ૪૪ શ્રમ કાયદાઓ હતા. તેનું સ્થાન હવે ચાર શ્રમ સંહિતા લેશે જેમાંનો પ્રથમ કાયદો ગઇ સાલ પસાર થયો હતો કે જેમાં વધુ કામદારોને લઘુત્તમ વેતનની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ શ્રમ નિષ્ણાતો જણાવે છે કે આ સુધારા ભારતના અનૌપચારીક ક્ષેત્રના ૪૦૦ મિલિયનથી વધુ કામદારોનુંં વિસ્તરણ કરશે જેમાં ઘણા વિધિવત કોન્ટ્રેક્ટના રક્ષણ વગર રહી જશે અને પેઇડ હોલિડેઝ અને હેલ્થ કેર જેવા લાભ નહીં મળે. નવા કાયદામાં ૩૦૦થી વધુ કામદારો ધરાવતી કંપનીઓને જ માત્ર લે ઓફ અને ક્લોઝરના નિયમો લાગુ પડશે અને તેના પગલે નાની કંપનીઓના લાખો કામદારો તેમાંથી બાકાત રહી જશે. નવા કાયદા બિઝનેસ તરફ મહદ્‌અંશે તરફેણ કરે છે એવું શ્રમ અર્થશાસ્ત્રી કે આર શ્યામસુંદરે જણાવ્યું છે.