ટુ સર્કર્લ્સ ડોટનેટ સાથેની બસંત રથની ખાસ મુલાકાતના અંશો

(એજન્સી) તા.૨૪
ભારતના પૂર્વીય રાજ્ય ઓરિસ્સામાંથી આવતાં અને ૨૦૦૦ની બેચના આઇપીએસ અધિકારી બસંતકુમાર રથે જમ્મુ અને કાશ્મીરમાં આઇજીપી (ટ્રાફિક) તરીકે પોતના કાર્યકાળ દરમિયાન પુષ્કળ લોકપ્રિયતા અને આદર પ્રાપ્ત કર્યો હતો. નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી સીધી સાદી શૈલીમાં નેટીઝન તરીકે અપીલ કરે છે અને ફેસબુક તેમજ ટ્‌વીટર પર પોતાના ફોલોઅર્સ સાથે વાતચીત કરે છે. ટુસર્કલ્સ ડોટનેટ સાથેની વાતચીતમાં બસંત રથે પોતાના બાળપણ, માતા પિતા અને પોતાના પુસ્તકની પહેલ અંગે કેટલીક હૃદયસ્પર્શી વાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં ક્રીબુક ઇનિશિયેટીવ શરુ કરવા પાછળની પ્રેરણા અંગે વાત કરતાં બસંત રથે જણાવ્યું હતું કે હું ગામડામાંથી આવું છું. અમે ખૂબ જ ગરીબ હતાં. મારી માતા ઉપવાસના બહાને ભૂખી રહેતી હતી. હું જ્યારે ૧૬ વર્ષનો હતો ત્યારે પ્રથમ વખત બહારથી લાઇબ્રેરી જોઇ હતી. જ્યારે ભુવનેશ્વરમાં સ્નાતકના બીજા વર્ષમાં મે અંદરથી લાઇબ્રેરી જોઇ હતી. સ્નાતક કક્ષાએ મને સમાજશાસ્ત્ર વિષય શીખવનાર રબી મોહંતીએ જેએનયુમાં જવા પ્રેરણા આપી હતી. જેએનયુમાં મને સમજાયું કે ભારતના ગરીબોને જો વંચિતતા અને પછાતપણામાંથી બહાર લાવવા હોય તો તેમને વિનામૂલ્યે અને સરળતાથી ઉપલબ્ધ થાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું જોઇએ. આથી ૨૦૦૧માં હું જ્યારે પ્રોબેશન હતો ત્યારે મેં પુસ્તક વિતરણ પહેલ શરૂ કરી હતી. શરૂઆતમાં તે પદ્ધતિસર ન હતી, પરંતુ ૨૦૦૬માં રામબન ખાતે તે સંગઠિત અને માળખાગત પહેલ બની હતી. પોતાના શૈશવ અંગે વાત કરતા બસંત રથે જણાવ્યું હતું કે મારા માતા ઇચ્છતાં હતાં કે પુસ્તકોનો આદર કરીએ અને ગંભીરતાથી શિક્ષણ પ્રાપ્ત કરીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે કેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં પુસ્તકો પૂરા પાડ્યાં છે ? ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું આંકડાનો રેકોર્ડ રાખતો નથી. કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ નાબૂદ થવાથી પોતાની પુસ્તક પહેલ પ્રભાવિત થઇ ન હતી એવું જણાવીને બસંત રથે કહ્યું હતું કે એક અધિકારી તરીકે તમે ટીપિકલ બાબુ નહીં પરંતુ સારા માનવી બનો.