(એજન્સી) નવી દિલ્હી,તા.૬
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૬ એપ્રિલ સોમવારે કહ્યું હતું કે ભારતના લોકો સાથે મળીને કોરોનાવાયરસ સામેની લડતમાં જીત મેળવશે, કારણ કે તે ધર્મ, જાતિ અને વર્ગના મતભેદોને અલગ રાખી એક થવાની તક આપે છે. તેમણે કહ્યું કે જીવલેણ વાયરસને હરાવવા લોકોએ એક સામાન્ય હેતુ બનાવવો જોઈએ, જેના માટે કરુણા, સહાનુભૂતિ અને સ્વ-સેવા એ કેન્દ્રિય વિચાર હોવો જોઈએ . “કોરોનાવાયરસ ભારત ના લોકો ને એક થવાની તક છે. ધર્મ, જાતિ અને વર્ગના તફાવતને એક બાજુ રાખીને; એક સામાન્ય હેતુ બનાવવાની તક છે. આ જીવલેણ વાયરસને પરાજિત કરવા કરુણા, સહાનુભૂતિ અને આત્મ બલિદાન નો જ વિચાર કેન્દ્રમાં હોવો જોઈએ. અમે સાથે મળી આ યુદ્ધ જીતીશું,” તેમણે ટિ્‌વટર પર લખ્યું. એકતાનો આ સંદેશ આપતાં ગાંધીએ જુદા જુદા ધર્મોના બે નાના બાળકો એકબીજાનો હાથ હાથમાં પીરોવી સાથે ફરતા હોવાની તસવીર પોસ્ટ કરી હતી.