જામનગર, તા.૪
જામનગરમાં છેલ્લા છ માસથી આઇપીએસ સાફીન હસન ટ્રેનીંગ લઇ રહ્યાં છે. અંતિમ દિવસે તેઓએ જામનગરને અલવિદા કહી વિદાય લીધી છે. આઇપીએસ તરીકેના પ્રથમ પીરીયડના અનુભવને તેઓએ બહુમૂલ્ય ગણાવી ભવિષ્યમાં કામ લાગશે એમ ગણાવી ફરી જામનગર આવવાની ઇચ્છા દર્શાવી છે.
એક તરફ દેશમાં એનસીઆર મુદ્દે બબાલ ચાલી રહી હતી ત્યારે જામનગરમાં પણ આ બાબતને લઇને વિરોધ પ્રદર્શનો ચાલુ થયા હતાં. જામનગરમાં દરબારગઢમાં એનસીઆરના વિરોધમાં એકત્ર થયેલ જનમેદની સામે જામનગર પોલીસને કાયદો અને વ્યવસ્થાની ચુનોતી મળી હતી. અન્ય જગ્યાએ રાયોટીંગ થયા હતાં. જયારે જામનગરમાં એક પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બન્યા ન હતાં. જેમાં પ્રથમ દિવસથી જ આઇપીએસ સાફીન હસનની ભૂમિકા અગત્યની રહી હતી ત્યારબાદ જુદા-જુદા પોલીસ દફતરોમાં તેઓએ એફઆઇઆરથી માંડીને તપાસ સુધીની ટ્રેનીંગ લીધી હતી. અંતિમ બે મહિના તો યાદગાર રહેશે તેમ યુવા આઇપીએસએ જણાવી કહ્યું હતું. આગામી સમયમાં પણ જામનગરમાં કામ કરવાની ઇચ્છા છે. આ અંતિમ વાકય સાથે તેઓનો ટ્રેનીંગ પીરીયડ પુરો થતાં તેઓએ વિદાય લીધી હતી.