ભારત અને પાકિસ્તાન બંને દેશમાં પોત પોતાની ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ બહુમતવાદી

સર્વસંમતિ વધુ સુદૃઢ થશે. આમ નવી શિક્ષણ નીતિ ભારત અને પાકિસ્તાનને વધુ વિભાજિત કરશે

 

(એજન્સી)                               તા.૧૨

૨૯, જુલાઇએ મોદી સરકારે પોતાના દાવા મુજબ અલગ ચીલો ચાતરતી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી હતી. ૬૫ પાનાના આ પોલિસી ડોક્યુમેન્ટમાં પ્રાથમિકથી લઇને યુનિવર્સિટી શિક્ષણ સુધીની જોગવાઇઓ મને માત્ર એક જ મુદ્દા પર વિચાર કરવાની ફરજ પાડે છે કે કેટલે અંશે નવી શિક્ષણ નીતિ (નેપ) ભાજપની હિંદી-હિંદુ-હિંદુસ્તાનની વિચારધારા કેટલા અંશે પ્રદર્શિત કરે છે  ? અને તે એક રાષ્ટ્ર, એક અભ્યાસક્રમના લોગો સાથે માત્ર એક જ રાષ્ટ્રીય અભ્યાસક્રમ અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી શિક્ષણની નવી નીતિ સાથે કેટલી હદે તુલનાત્મક સામ્યતા ધરાવે છે ? આ નવી શિક્ષણ નીતિના વિશ્લેષણમાં મારી કમ્પ્યુટર શબ્દની સર્ચ દ્વારા ધર્મ શબ્દનો બે વખત ઉલ્લેખ જોયો છે જેમાં બંને વખતે તમામ ધર્મોના સૂચિત સમાવેશના સંદર્ભમાં નિર્દોષ ઉલ્લેખ જોવા મળે છે. આ નીતિમાં બ્રિટીશ સંસ્થાનવાદી વિરોધી સંવેદના જોવા મળે છે જેમાં ગ્રેડ ૬-૭ સુધીના બાળકો ઇચ્છે તો અંગ્રેજી શીખી શકશે પરંતુ તેની ત્રણ ભાષાની નવી ફોર્મ્યુલા હેઠળ જણાવાયું છે કે રાજ્યો અને પ્રદેશો તેમની ભાષા પસંદ કરી શકે છે પરંતુ ત્રણમાંથી બે ભારતની ભાષા હોવી જોઇએ. નેપમાં આરએસએસની સ્પષ્ટ ઇચ્છાઓનો એજન્ડા સ્પષ્ટપણે જોવા મળે છે. આરએસએસનો વતનવાદ મુસ્લિમ વિરોધી કરતાં ખ્રિસ્તી વિરોધી એજન્ડાથી વધુ પ્રેરીત જણાય છે. આમ નેપ ભારતના રાષ્ટ્રીય જોડાણ અને એકતા માટે એક ડગલું પાછળ છે. ૩૦ ભાષા અને ૧૩૦ બોલીઓ અને એક ડઝન કરતાં વધુ ધર્મો હોવા છતાં ભારતને જવાહરલાલ નહેરુએ તેને સેક્યુલર ટ્રેક પર મૂક્યા બાદ રાષ્ટ્રીય ઓળખ ઊભી કરતાં ૫૦ વર્ષ લાગ્યાં. મોટા ભાગના મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓ પોતાને ભારતીય જાહેર કરવા ગર્વ અનુભવે છે પરંતુ હવે ભારતીય સેક્યુલરીઝમ પીછેહટ કરી રહ્યું હોવાથી આ વાત ગાયબ થતી જણાય છે. પાકિસ્તાનની નવી શિક્ષણ નીતિ ધર્મ આધારીત સમાજ ઊભો કરવા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે. તેનું ધ્યેય તમામ પ્રકારની શાળાઓના સ્તરે મદ્રેસા ઊભા કરવાનું છે. હવે નર્સરી વર્ગોથી ધાર્મિક સાહિત્ય ફરજીયાત કરાયું છે. ૧૯૭૧ પરથી કોઇ પાઠ નહીં ભણનાર પાકિસ્તાન હજુ પણ એવું માને છે કે ઇસ્લામિક ઓળખ ઊભી કરવાથી રાષ્ટ્રીય એકતા ઊભી થશે. આમ ભારત અને પાકિસ્તાનની નવી શિક્ષણ નીતિઓ તેમને વધુ વિભાજિત કરશે, બંનેને એક બીજાથી તેમજ બંનેના દેશમાં આંતરીક રીતે લોકોમાં વધુ વિભાજન ઊભું થશે. બહુમતવાદી સર્વસંમતી પોતપોતાના દેશમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ વધુ સુદ્રઢ બનશે.

(સૌ. સ્ક્રોલ.ઈન)