તા.ર૪
ઓલ ઈન્ડિયા લેવલે થતી યુપીએસસની પરીક્ષામાં ૭૪ રેન્ક પ્રાપ્ત કરી આઈએએસ બનનાર પ્રદિપ દ્વવિદે વિશે વધુ જાણીએ.
આઈએએસ અધિકારી બનવું મુશ્કેલ છે તેમજ તેના માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે, કેટલાક લોકો આ પરિક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ સફળ થઈ જતા હોય છે તો કેટલાક બીજા કે ત્રીજા પ્રયાસમાં સફળતા મેળવે છે તો કેટલાક વારંવાર પ્રયાસ કર્યા કરે છે.
આપણે અહીં પ્રદિપ દ્વિવેદી વિશે વાત કરવાના છીએ જેઓએ યુપીએસસની પરીક્ષા ત્રીજા પ્રયાસમાં પાસ કરી ભારતમાં ૭૪મો રેન્ક મેળવ્યો. પ્રદિપનું મૂળ વતન બુંદેલખંડ છે અને તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા એક ખેડૂત છે જ્યારે તેની માતા ગૃહિણી છે. પ્રદિપે પોતાના બાળપણમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો અને તેથી જ તેણે નક્કી કર્યું કે તે પોતાના જીવનમાં આગળ વધશે. તેણે ભોપાલમાંથી એન્જીનિયરિંગ કર્યું. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેને મધ્યપ્રદેશના ઈલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી.
થોડા સમય નોકરી કર્યા બાદ તેણે નક્કી કર્યું કે તે યુપીએસસીની પરીક્ષા આપશે. આમ, તેઓ નોકીરીની સાથે જ યુપીએસસની પરીક્ષાની તૈયારી દરમ્યાન એ નક્કી કર્યું હતું કે તે ફક્ત બે વખત પરીક્ષા આપશે. જો કે ત્રીજા પ્રયાસમાં તેમનો જે લક્ષ્યાંક હતો તે પૂર્ણ થયો.
પ્રદીપ દ્વિવેદીના મતે યુપીએસસીની પરીક્ષા માટે એ મહત્વનું છે કે પરીક્ષાનો સિલેબસ અને પેર્ટન વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત કરવી. આ પરીક્ષા માટે પ્રારંભની પરીક્ષાની તૈયારી માટે કોચિંગ કલાસની જરૂરિયાત નથી. વેબસાઈટ અને ઇંટરનેટ પરથી તમે જાતે અભ્યાસ કરી શકો છો. પરંતુ મુખ્ય પરીક્ષા માટે આ પ્રકારના કોચિંગ કલાસની મદદ લઈ શકાય.
પ્રદિપ જે લોકો પણ યુપીએસસીની પરીક્ષા આપવા માંગતા હોય તેમને તૈયારી કરવા અંગે સૂચન કરતા જણાવે છે કે તેઓએ પહેલા પોતાની જાતને આ પરીક્ષા માટે તૈયાર કરવી તેમજ પોતાની જાતને અપડેટ રાખવા ઈન્ટરનેટનો ઉપયોગ કરવો અને કોઈ અનુભવી કે નિષ્ણાતની આ અંગે જરૂર સલાહ લેવી. આ સિવાય તેમણે સૌથી સ્વયં-શિસ્ત અને સ્વ-અધ્યયન પર ભાર મૂક્યો છે કેમકે કોઈપણ વસ્તુ કે સિદ્ધિ પ્રાપ્તિ આના વગર શક્ય નથી.
ભારતની યુપીએસની પરીક્ષા ત્રીજા પ્રયાસમાં ૭૪માં રેન્ક મેળવી પ્રદીપ દ્વિવેદી IAS બન્યા

Recent Comments