આબુધાબી,તા.૪
શેફાલી વર્માને અત્યારે ચાલતા ટી-૨૦ વર્લ્ડ કપમાં ૧૯ સ્થાનનો ફાયદો થયો છે. તે ૧૬ સ્થાનના ફાયદા સાથે વર્લ્ડ નંબર ૧ ટી-૨૦ બેટ્સમેન બની ગઈ છે. ભારત ગ્રુપ સ્ટેજમાં ચારેય મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. શેફાલીએ બધી મેચોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે ૧૫ બોલમાં ૨૯, બાંગ્લાદેશ સામે ૧૭ બોલમાં ૩૯, ન્યૂઝીલેન્ડ સામે ૩૪ બોલમાં ૪૬ અને શ્રીલંકા સામે ૩૪ બોલમાં ૪૭ રન કર્યા છે. તે ટૂર્નામેન્ટમાં થર્ડ હાઈએસ્ટ રન સ્કોરર છે અને સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવે છે.
શેફાલી વર્મા પહેલા મિતાલી રાજ વર્લ્ડ નંબર-૧ ટી-૨૦ બેટ્સમેન રહી ચૂકી છે. શેફાલીએ ન્યૂઝીલેન્ડની સૂઝી બેટ્સને રિપ્લેસ કરીને વર્લ્ડ નંબર ૧ બેટ્સમેનનો તાજ પ્રાપ્ત કર્યો છે. બેટ્સ ઓક્ટોબર ૨૦૧૮થી વર્લ્ડ નંબર ૧ બેટ્સમેન હતી. તે સતત ૧ વર્ષ અને ૪ મહિના સુધી નંબર રહી હતી. સ્મૃતિ મંધાના ૭૦૧ પોઈન્ટ્સ સાથે બેટ્સમેન રેન્કિંગમાં છઠ્ઠા અને જેમિમાહ રોડ્રિગ્ઝ ૬૫૮ પોઈન્ટ્સ સાથે નવમા ક્રમે છે.
ભારતની શેફાલી વર્મા બની વર્લ્ડ નંબર વન ટી-૨૦ બેટ્સમેન

Recent Comments