(એજન્સી) તા.૭
સુપ્રીમકોર્ટે સેન્ટ્રલ વિસ્ટાના રીડેવલપમેન્ટ પ્લાન પર મંજૂરીની મહોર મારી દીધી છે. ત્રણ સભ્યોની બેંચનો આ ખંડિત ચુકાદો છે. સુપ્રીમકોર્ટે બે વિરુદ્ધ એકની બહુમતીથી આ ચુકાદો આપ્યો છે. પોતાની અને ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી વતી ચુકાદો જાહેર કરનાર ન્યાયમૂર્તિ એ એમ ખાનવીલકરે સેન્ટ્રલ વિસ્ટા કમિટી અને હેરીટેજ કોન્ઝર્વેશન કમિટી દ્વારા આપવામાં આવેલ મંજૂરીને માન્ય રાખી છે. બહુમતી ફેસલામાં પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ મંજૂરીને પણ યોગ્ય અને ન્યાયિક તરીકે માન્ય રખાઇ છે. જો કે જસ્ટીસ સંજીવ ખન્નાએ એક અલગ ચુકાદામાં એવું જણાવ્યું છે કે હેરીટેજ કોન્ઝર્વેશન સમિતિની કોઇ પૂર્વ મંજૂરી નહોતી. જો કે તેઓ અર્બન આટ્‌ર્સ કમિશનના આદેશ અને પ્રોજેક્ટ પર સંમત થયાં છે. વિદ્વાન ન્યાયમૂર્તિઓએ વિવિધ નિર્ણયો પર આપેલ મંજૂરી વિવાદાસ્પદ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ મારા મતે જમીનના ઉપયોગના કાયદાઓનું ઉલ્લંઘન ખાસ કરીને લુટીયન બંગ્લો ઝોનમાં ઇમારતોની ઊંચાઇ, ફ્લોર એરીયા રેશિયો, વૃક્ષ છેદન અંગેના પર્યાવરણના કાયદાઓ, હેરીટેજ કોન્ઝર્વેશનના કાયદાઓ અને અર્બન આટ્‌ર્સ કમિસશા દ્વારા ઘડવામાં આવેલ કાયદાઓના ભંગ સમાન છે. અર્બન આટ્‌ર્સ કમિશને આજની તારીખ સુધી પ્રોજેક્ટને લગતા સંપૂર્ણ પ્લાન અને ડેટા આપ્યાં નથી. સુપ્રીમકોર્ટે સરકારી કામના કેન્દ્રીકરણની નોંધ લીધી નથી. નવી સંસદનો શિલારોપણ વિધિ વાસ્તવમાં દેશના પ્રથમ નાગરિક અને વડા એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા થવો જોઇએ નહીં કે વહીવટી વડા વડાપ્રધાન દ્વારા વધું પડતું કેન્દ્રીકરણ દિલ્હીમાં ંપાણી અને વીજ પુરવઠા તેમજ શિવરેજ નિકાલ જેવી સેવાઓ પર અસહ્ય બોજ લાવશે. આ ઉપરાંત જ્યારે સંસદનું હયાત માળખું યોગ્ય છે ત્યારે નવી સંસદ તમામ મંત્રાલયો માટે નવા કાર્યાલયો અને વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિના નવા નિવાસસ્થાનોના નવા બાંધકામમાં સંસાધનોનો દુર્વ્યય કરવાની શી જરુર છે ? એવા પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે. – સોહેલ હાશમી