માન્ચેસ્ટર, તા.૧૧
ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રમાયેલી વિશ્વ કપ સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ છે. ટીમ ઈન્ડિયા ૨૪૦ રનનો લક્ષ્ય હાસિલ ન કરી શકી અને આ હારની સાથે ૧૩૦ કરોડ ભારતીયોનું વિશ્વ કપ જીતવાનું સપનું રોળાઇ ગયું છે. ટીમની આ હારથી દેશભરમાં ગમનો માહોલ છે પરંતુ પાડોસી દેશ પાકિસ્તાન ખુશ થઈ રહ્યો છે. ઇમરાન ખાનની સરકારમાં મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ટીમ ઈન્ડિયાની હાર બાદ ખુશીનું ટ્‌વીટ કર્યું છે. તેણે લખ્યું કે, પાકિસ્તાનીઓની નવી મહોબ્બત ન્યૂઝીલેન્ડ.
મહત્ત્વનું છે કે પાકિસ્તાન એવી કોઈ તક છોડતી નથી જ્યાં પર હિન્દુસ્તાન વિરૂદ્ધ કંઇ કહેવાનું હોય. વિશ્વ કપ ૨૦૧૯માં પણ પાકિસ્તાન સતત ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ બોલવાની એકપણ તક ગુમાવી નથી. પહેલા પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાએ હરાવ્યું, પરંતુ જ્યારે વાત સેમિફાઇનલની આવી તો પાકિસ્તાનની ટીમ ઈન્ડિયા પર જ નિર્ભર રહી હતી. ભારત ઈંગ્લેન્ડ વિરૂદ્ધ હારી ગયું અને પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. હવે તેનો ગુસ્સો પાકિસ્તાન કાઢી રહ્યું છે.
ના માત્ર પાકિસ્તાનના મંત્રી પરંતુ પાકિસ્તાનના ફેન્સ પણ ટ્‌વીટર પર ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ ટ્‌વીટર પર લખ્યું કે, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનનો બદલો લઈ લીધો છે. ટીમ ઈન્ડિયાને કારણે પાકિસ્તાન વિશ્વકપમાંથી બહાર થયું હતું અને હવે ભારતનું સપનું પણ તૂટી ગયું હતું.