ગાંધીનગર, તા.૧૯
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ર૧મી કોમનવેલ્થ ગેમ્સ-ર૦૧૮માં ટેબલ ટેનિસ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઈને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે રૂા.૩૩ લાખનો ચેક અર્પણ કર્યો હતો. હરમિત દેસાઈને ટેબલ ટેનિસની રમતમાં ર૦૧પમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ તથા એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં સમગ્રતયા રૂા.૧ કરોડ ૯ લાખ ૯૬ હજારની સહાય તેમજ પુરસ્કાર રાશીથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની શક્તિદૂત યોજના અન્વયે હોનહાર ખેલાડીઓને નીડ બેઈઝ સહાય અંતર્ગત જે સહાય આપવામાં આવે છે. તેમાં હરમિત દેસાઈને ર૦૦૭થી ર૦૧૭-૧૮ સુધી કુલ ૬૦.૪૬ લાખ રૂપિયાની રકમ શક્તિદૂત યોજના અંંતર્ગત અપાઈ છે. આ ઉપરાંત હરમિત દેસાઈને રૂા.૧૬.૫૦ લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર પણ અગાઉ એનાયત કરવામાં આવેલો છે.