(એજન્સી)                              તા.૨૮

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે તાજેતરમાં અમેરીકન એનએસએ સાથે વાત કરી તો તેના સમાચાર હેડલાઇન્સમાં ચમક્યાં એ દિવસે અમેરિકાએ ભારતીય નૌકાદળના જહાજો સાથે અંદામાન અને નિકોબાર સમુદ્ર કાંઠા પાસે પોતાના પરમાણુ સંચાલિત વિમાનવાહક નિમિત્ઝની તસવીરો જારી કરી. ચીનને એક રીતે આ સ્પષ્ટ સંદેશ હતો. પરંતુ પ્રશ્ન એ છે કે મોદી સરકાર જે કઇ કરી રહી છે તે ભારતના હિતમાં છે ખરુ?વિશ્લેષકોનું માનવું છે કે ભારતના ચીન સાથેના વ્યવહારની પદ્ધતિ ખોટી પુરવાર થઇ છે. તેમના જણાવ્યાં મુજબ ભારતના નબળા અર્થતંત્ર વચ્ચે અર્થતંત્રને સુદ્રઢ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ, નહીં કે દ.ચીન મહાસાગરમાં કોઇ દુઃસાહસ કરવું જોઇએ. ભારતને હવે રાષ્ટ્રીય સુરક્ષા પર તેમજ દ.ચીન મહાસાગરમાં વધુ દુઃસાહસો પરવડે તેમ નથી.તાજેતરની ઘટનાઓ એવો નિર્દેશ આપે છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં અમેરીકન મોડલને અનુસરવાની   પૂર્વ વડા પ્રધાન પી વી નરસિંહ રાવે જે દહેશત વ્યક્ત કરી હતી તે હવે સાચી પડતી હોય એવું લાગે છે. અમેરિકાની સત્તા હવે ઓસરી રહી છે અને તેને તાજેતરના વર્ષમાં ઇરાક, અફઘાનિસ્તાન અને સીરિયામાં વિપરીત સ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને તેને લશ્કરી અથડામણમાં અટવાવાની લાલસા નહીં હોય, પરંતુ તે ભારતને પોતાનું મિલીટરી હાર્ડવેર ચોક્કસપણે વેચવા માગે છે. ૭૫ વર્ષના અજીત ડોભાલ નિઃશંકપણે દેશના બીજા સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ છે.સંરક્ષણ કે વિદેશી બાબતમાં તેમના બોસ વડા પ્રધાન મોદીની અનુભવહિંનતાએ ડોભાલનું કદ થોડું વધુ પડતું મોટું બનાવી દીધું છે.આઇ કે ગુજરાલ, પી વી નરસિંહરાવ, અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન બનતાં પહેલા વિદેશ પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો તેથી તેઓ અનુભવી હતાં, પરંતુ મોદી પાસે વડાપ્રધાન બનતાં પહેલા આવો કોઇ અનુભવ નથી. અજીત ડોભાલને ગઇ સાલથી કેબિનેટ દરજ્જો પ્રાપ્ત થયો છે.તેઓ વડા પ્રધાન સિવાય કોઇને જવાબદાર નથી.જ્યારે મોદી અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની પેટર્ન પર કોઇ પણ જાતના પોર્ટફોલિયો વગર કામ કરે છે એટલા માટે બંને સત્તાવાર રીતે કોઇ પણ બાબત માટે જવાબદાર નથી.

(સૌ. નેશનલ હેરાલ્ડ.કોમ)