(એજન્સી) જયપુર, તા.૧૭
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે સોમવારે આરોપ લગાવ્યો કે કેન્દ્રની ભાજપ સરકાર ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જમીન તૈયાર કરવામાં લાગી છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થા પર ધ્યાન આપી રહી નથી. ગહલોતે નાગરિકતા સંશોધન કાયદા તરફ ઈશારો કરતા જણાવ્યું કે દેશમાં ખતરનાક રમત ચાલી રહી છે. હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ દેશને કેવી રીતે લઈ જવામાં આવે. તે માટે જમીન તૈયાર કરવામાં આવી રહી છે. તે પોતાાન ઘરે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. એનઆરસી અને સંશધોન નાગરિકતા કાયદા અંગે નિશાન સાધતા ગહલોતે જણાવ્યું કે દેશની માટે પ્રથમ એજન્ડો અર્થવ્યવસ્થા હોવી જોઈએ. તેની પર બધી વાતો આધાર રાખે છે. તે એજન્ડાના સ્થાને તમે ૩૭૦ અને રાષ્ટ્રવાદના નામે લોકોને ઉશ્કેરવાના એજન્ડા લાવ્યા છો. ભાજપ પર ધર્મ આધારિત રાજકારણ કરવાનો આરોપ લગાવતા તેમણે જણાવ્યું કે તમે દેશને ધર્મના નામે કેમ વહેંચી રહ્યા છો. શું ધર્મના નામે વહેંચી દેશ એક રહી શકશે. હું આ પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. વડાપ્રધાન મોદી તેમજ ગૃહમંત્રી શાહને મારો એ ક જ પ્રશ્ન છે કે શું ધર્મના નામે દેશને વહેંચી દેશ એક રહી શકશે. શું તમે હિન્દુ રાષ્ટ્ર બનાવવા ઈચ્છો છો ?
ગહલોતે જણાવ્યું કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારા મહારાષ્ટ્ર તેમજ હરિયાણાના વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી મૌન છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર તેમજ હરિયાણાની જનતાએ જે આંચકો આપ્યો છે ત્યારબાદ બોલતી બંધ છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કહેવાવાળા પોતે મુક્ત થઈ જશે, આ વાત હું અનેક વખત કહી ચૂક્યો છું.