(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, ભારતનો કોરોના વિરૂદ્ધ સાજા થવાનો દર વધી રહ્યો છે અને અન્ય દેશો કરતા દેશ સારી રીતે કામ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ડૉ. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનની ૯૦મી જન્મ જયંતી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન ભાષણ આપ્યુ. ભારત અને વિદેશથી માર થોમા ચર્ચના કેટલાક અનુયાયીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યુ કે દુનિયા અત્યારે વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ વિરૂદ્ધ એક મજબૂત લડત લડી રહી છે. કોવિડ-૧૯ માત્ર એક શારીરિક બીમારી નથી કે જે લોકોના જીવન માટે જોખમ છે પરંતુ આ આપણુ ધ્યાન અસ્વસ્થ જીવન-શૈલીઓ તરફ પણ લઈ જાય છે. વડાપ્રધાને કહ્યુ, આપને એ જાણીને ખુશી થશે કે આપણા કોરોના યોદ્ધાઓની મદદથી ભારત મજબૂતીથી કોવિડ-૧૯ સામે લડી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં કેટલાક લોકોએ ભવિષ્યવાણી કરી હતી કે ભારતમાં વાઈરસનો પ્રભાવ ઘણો ગંભીર હશે. લૉકડાઉનના કારણે સરકાર અને લોકો દ્વારા સંચાલિત લડતની કેટલીક પહેલના કારણે ભારત કેટલાક અન્ય દેશોની તુલનામાં ઘણો સારો છે. ભારતમાં સાજા થવાનો દર વધી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ, જન આધારિત લડતે અત્યાર સુધી સારા પરિણામ આપ્યા છે પરંતુ શુ આપણે આ મુદ્દે નજરઅંદાજ કરી શકીએ છીએ? બિલકુલ પણ નહીં. આપણે હવે વધારે સાવધાન રહેવાની જરૂર છે. માસ્ક પહેરવુ, સામાજિક અંતર, બે ગજની દૂરી, ભીડવાળા સ્થળોથી દૂર રહેવુ હજુ પણ જરૂરી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારત સરકારે અર્થવ્યવસ્થા સંબંધિત અલ્પકાલિન અને દીર્ઘકાલિન બંને મુદ્દાને સંબોધિત કર્યા છે. સમુદ્રથી અંતરિક્ષ સુધી, ખેતરોથી ફેક્ટરીઓ સુધી, લોકોના અનુકૂળ અને વિકાસના અનુકુળ નિર્ણય લેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે હુ ડૉ. જોસેફને શુભકામનાઓ આપુ છુ અને હુ તેમના લાંબા જીવન અને સર્વશ્રેષ્ઠ સ્વાસ્થ્યની કામના કરૂ છુ. ડૉ. જોસેફ માર થોમાએ આપણા સમાજ અને રાષ્ટ્રના સારા માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધુ. તેઓ વિશેષરીતે ગરીબી હટાવો અને મહિલા સશક્તિકરણને લઈને ઉત્સાહી રહ્યા. માર થોમા ચર્ચ સેન્ટ થૉમસના મહાન આદર્શો, પ્રભુ મસીહના પ્રેરિતોની સાથે નિકટતા સાથે જોડાયેલા છે. ભારત હંમેશાથી કેટલાક સ્ત્રોતોના આધ્યાત્મિક પ્રભાવને લઈને ખુલ્લુ રહ્યુ છે. આ વિનમ્રતાની ભાવનાની સાથે માર થોમા ચર્ચે ભારતીયોના જીવનમાં એક સકારાત્મક અંતર લાવવાનુ કામ કર્યુ છે. તેમણે સ્વાસ્થ્ય સેવા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કામ કર્યુ છે.