(એજન્સી) તા.ર૭
બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ કોલસે પાટિલનું કહેવું છે કે, ભારતમાં ઈસ્લામોફોબિયાના મૂળ આરએસએસની ઝેરીલી વિચારધારા અને મનુવાદની ઝેરીલી વિચારધારા છે. તેમનો દાવો છે કે, સાવરકર અને ગોલવલકર જેવા લોકો બંધારણ દ્વારા તમામ નાગરિકોને આપવામાં આવેલી સમાનતાને સ્વીકાર નથી કરતા કારણ કે, તે પોતાને વરિષ્ઠ અને બીજાને હીન સમજે છે. માટે તેમણે બીજાના હિન્દુ જાતિના લોકોને પોતાના પગની નીચે કચળવા માટે ઈસ્લામોફોબિયા બનાવ્યું. પાટિલનું માનવું છે કે, જે લોકોએ બ્રાહ્મણવાદના કારણે અન્યાયનો સામનો કર્યો તે ખ્રિસ્તી, બોદ્ધ, શીખ અથવા ઈસ્લામ ધર્મમાં પરિવર્તિત થઈ ગયા. પાટિલ ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન ભારતીય મુસ્લિમો દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને પણ ઓળખે છે. મુસ્લિમ ભાઈઓ પ્રતિ પોતાના પ્રેમને વ્યક્ત કરતા પાટિલે આ પણ જણાવ્યું કે, દેશમાં કેટલાક મુસ્લિમ છે જે ઈસ્લામોફોબિયા ફેલાવવા માટે હિન્દુત્વવાદી શક્તિઓને ચારો આપે છે. તેમણે પોતાના વચનનું સમર્થન કરવા માટે કેટલાક ઉદાહરણોનો હવાલો આપ્યો. ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશે મુસ્લિમોને ઈસ્લામોફોબિયા ફેલાવવા માટે ચારો આપવાથી રોકવાનો આગ્રહ કર્યો. તેમની સલાહ છે કે, દલિત, મુસ્લિમ, આદિવાસી બધા સમુદાયોના ગરીબો સાથે લઈને ચાલવું જોઈએ. ત્યાર પછી જ આપણે ઈસ્લામોફોબિયાનો સામનો કરી શકીએ છીએ.