(એજન્સી) તા.૯
કોમ્યુનિટી ટ્રાન્સમિશન ત્યારે થાય છે જ્યારે કોઈક વ્યક્તિ બીજા કોઈ સંક્રમિત થયેલા વ્યક્તિના સંપર્કમાં આવ્યા વગર જ એનો શિકાર થઈ જાય. કેન્દ્ર સરકારે ભારતમાં કોરોના વાયરસના સમુદાયિક પ્રસાર વિશે હંમેશા ઈન્કાર કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને ગુરૂવારે કહ્યું કે, ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું તેમણે કહ્યું કે, એ બીજીવાત છે કે, દેશના કેટલાક હિસ્સામાં કોરોના સંક્રમણની ગતિ ખૂબ જ ઝડપી છે. ભારતમાં પાછલા એક અઠવાડિયાથી કોરોના વાયરસના દરરોજ ર૦ હજારથી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. આજે કોરોના વાયરસના સૌથી વધુ ર૪,૮૯૭ કેસો સામે આવ્યાની સાથે જ ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૭,૬૭,ર૯૬ સુધી પહોંચી ગઈ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર ૪૮૭ વધુ લોકોના મોતની સાથે મૃત્યુઆંકની સંખ્યા ર૧,૧ર૯ સુધી પહોંચી ગઈ છે. દેશમાં ૪,૭૬,૩૭૭ લોકો તંદુરસ્ત થઈ ગયા છે. જ્યારે હાલમાં ર,૬૯,૭૮૯ સંક્રમિત લોકોની સારવાર ચાલી રહી છે. એક અધિકારીએ જણાવ્યું, “હમણા સુધી લગભગ ૬ર.૦૮% જેટલા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.” સંક્રમિતોની કુલ સંખ્યામાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું, “આજે અમારી ચર્ચા દરમિયાન નિષ્ણાંતો એ ફરી વાર કહ્યું કે, ભારતમાં કોઈ સમુદાયિક પ્રસાર નથી થઈ રહ્યું. કેટલાક સ્થાનિય વિસ્તાર હોઈ શકે કે જ્યાં ટ્રાન્સમિશન વધારે છે, પરંતુ એક દેશના રૂપમાં કોઈ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું”
મહારાષ્ટ્રમાં મોતનો સિલસિલો ચાલુ છે
કોવિડ-૧૯થી જે ૪૮૭ વધુ લોકોના મોત થયા છે તેમાંથી મહારાષ્ટ્રમાં ૧૯૮, તામિલનાડુમાં ૬૪, કર્ણાટકમાં પ૪, દિલ્હીમાં ૪૮, પશ્ચિમ બંગાળમાં ર૩, ઉ.પ્ર.માં ૧૮, ગુજરાતમાં ૧૬, આંધ્ર પ્ર.માં ૧ર, તેલંગાણામાં ૧૧, રાજસ્થાનમાં ૧૦, મધ્ય પ્ર.માં ૭, જમ્મુ કશ્મીર અને ઓડિશામાં છ-છ, બિહાર, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં ત્રણ-ત્રણ તથા આસામમાં ર લોકોએ જીવ ગુમાવ્યા હતા. હમણા સુધી આ વૈશ્વિક મહામારીથી ભારતમાં કુલ ર૧,૧ર૯ લોકોના મોત થઈ ગયા છે. આમાંથી સૌથી વધુ ૯,૪૪૮ લોકોએ મહારાષ્ટ્રમાં જીવ ગુમાવ્યા જેના પછી દિલ્હીમાં ૩,ર૧૩, ગુજરાતમાં ૧,૯૯૩, તામિલનાડુમાં ૧૭૦૦, ઉ.પ્ર.માં ૮૪પ, પ.બંગાળમાં ૮ર૭, મધ્યપ્રદેશમાં ૬ર૯, રાજસ્થાનમાં ૪૮ર અને કર્ણાટકમાં ૪૭૦ લોકોના મોત થઈ ગયા હતા તેલંગાણામાં કોવિડ-૧૯થી ૩ર૪, હરિયાણામાં ર૮ર, આંધ્ર પ્ર.માં ર૬૪, પંજાબમાં ૧૭૮, જમ્મુ કશ્મીરમાં ૧૪૯, બિહારમાં ૧૦૭, ઓડિશામાં ૪૮, ઉત્તરાખંડમાં ૪૬ અને કેરેલામાં ર૭ લોકોના મોત થઈ ગયા હતા. આરોગ્ય મંત્રાલય અનુસાર ઝારખંડમાં રર, આસામમાં ૧૬, છત્તીસગઢમાં અને પાંડ્ડુચેરીમાં ૧૪-૧૪, હિમાચલ પ્ર.માં ૧૧, ગોવામાં ૮, ચંદીગઢમાં ૭, અરૂણાચલ પ્રદેશમાં ર અને મેઘાલય, ત્રિપુરા અને લદ્દાખમાં ૧-૧ વ્યક્તિના મોત થયા હતા. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, ૭૦%થી વધુ મોત કોઈ અન્ય બિમારીના કારણે થયા છે.
કર્ણાટક અને તેલંગાણામાં ઝડપથી વધી રહ્યા છે કેસો
મંત્રાલયના આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રમાં સંક્રમિતોના સૌથી વધુ ર,ર૩,૭ર૪ કેસો સામે આવ્યા હતા. તામિલનાડુમાં ૧,રર,૩પ૦, દિલ્હીમાં ૧,૦૪,૮૬૪, ગુજરાતમાં ૩૮,૩૩૩, ઉત્તરપ્રદેશમાં ૩૧,૧પ૬, તેલંગાણામાં ર૯,પ૩૬ અને કર્ણાટકમાં ર૮,૮૭૭ દર્દીઓ સંક્રમિત થયા હતા. પશ્ચિમ બંગાળમાં કોવિડ-૧૯ના કારણે ર૪,૮ર૩ કેસો સામે આવ્યા હતા. જ્યારે આંધ્ર પ્ર.માં રર,રપ૯, રાજસ્થાનમાં રર,૦૬૩, હરિયાણામાં ૧૮,૬૯૦ અને મધ્ય પ્ર.માં ૧૬,૦૩૬ સંક્રમિતોના કેસ સામે આવ્યા હતા. આસામમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧૩,૩૩૬ સુધી, બિહારમાં ૧૦,૬ર૪ અને જમ્મુ કશ્મીરમાં ૯,ર૬૧ સુધી પહોંચી ગઈ હતી. પંજાબમાં હમણા સુધી કોરોના વાયરસના ૬,૯૦૭, જ્યારે કેરેલામાં ૬,૧૯પ કેસો સામે આવ્યા, જ્યારે છત્તીસગઢમાં ૩,પરપ, ઉત્તરાખંડમાં ૩,રપ૮, ઝારખંડમાં ૩,૦૯૬, ગોવામાં ર,૦૩૯, ત્રિપુરામાં ૧,૭૬૧ મણિપુરમાં ૧,૪૩પ, હિમાચલ પ્ર.માં ૧,૧૦૧ અને લદ્દાખમાં ૧,૦૪૧ કેસો સામે આવ્યા. જ્યારે પુડ્ડુચેરીમાં ૧,૦૦૮, નાગાલેન્ડમાં ૬પ૭, ચંદીગઢમાં પ૧૩, તથા દાદરા અને નગર હવેલી તથા દમણ અને દિવમાં ૪૦૮ લોકો સંક્રમિત થયા હતા અરૂણાચલ પ્ર.માં સંક્રમણના ર૮૭, મિઝોરમમાં ૧૯૭, અંદમાન અને નિકોબાર દ્વીપમાં ૧૪૯, સિક્કિમમાં ૧૩૩ કેસો સામે આવ્યા, જ્યારે મેઘાલયમાં ૮૦ કેસો સામે આવ્યા હતા.