અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં જે કોરોના ટેસ્ટીંગ થઈ રહ્યા છે તેની ભારત, ચીન સહિત વિશ્વના અન્ય દેશો સાથે તુલના કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને ચીન જેવા દેશ જો વધારે સંખ્યામાં ટેસ્ટીંગ કરે તો તેમને ત્યાં કોરોના વાઈરસના કેસ અમેરિકા કરતા વધારે હશે. અમેરિકામાં કોરોના ટેસ્ટ અંગે ટિપ્પણી કરતા ટ્રમ્પે કહ્યું કે તે યાદ રાખો. જ્યારે તમે વધારે ટેસ્ટિંગ કરશો ત્યારે તમારે ત્યાં વધારે કેસ હશે.તેમણે કહ્યું હું મારા લોકોને કહેવા માંગુ છું કે અહીં વધારે કેસ એટલા માટે છે કારણ કે વધારે લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અમે ચીન કે ભારત અથવા અન્ય દેશો તપાસ કરે તો હું તમને વિશ્વાસ અપાવું છું કે ત્યાં વધારે કેસ હશે. તપાસ કરવાની ક્ષમતા વધવાને લીધે આપણા દેશમાં વધારે કેસ છે. હવે બધુ ફરી વખત ખુલી રહ્યું છે અને આપણું અર્થતંત્ર બહાર આવી રહ્યું છે, આ અંગે કોઈ વિચારી પણ શકે તેમ નથી. રોજગારીના માસિક આંકડાને ટાંકી ટ્રમ્પે કહ્યું કે અર્થતંત્ર હવે પૂર્વવત બની રહ્યું છે. તેમણે કહ્યું કે અમે દહેશતને વાસ્તવિકતા બનવા દીધી નથી અને તે અમેરિકાના ઈતિહાસમાં માસિક ધોરણે નોકરિયોમાં સૌથી વધારે વધારો છે.