(એજન્સી) તા.૧૧
ર૪ કલાકમાં ૧૦૦૦ લોકોના મોત. ભારતમાં ૪૪,૩૮૬ લોકોના મોત થયા છે. ર૪ માર્ચના લોકડાઉન પછીથી જો આ સફળતાના આંકડા છે તો પછી સફળતાનો અર્થ જ બદલાઈ ગયો છે. દર મહિને ૧૦,૦૦૦ની આસપાસ મોત થયા છે. પરંતુ મૃત્યુ પામનારાઓની સંખ્યા ઓછી બતાવવાની પધ્ધતિ શોધી લેવામાં આવી છે. કયારેક રિકવરી રેટ તો કયારેક મૃત્યુદર. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ મહામારીના કારણે સંપૂર્ણ વિશ્વમાં ૭ લાખથી વધુ લોકોના મોત થયા છે. સાત મહિનામાં જ સંપૂર્ણ વિશ્વમાં ર કરોડ લોકો પીડિત થઈ ચુકયા છે. અત્યાર સુધી કોરોનાની સારવાર માટે કોઈ દવા ઉપલબ્ધ થઈ નથી. ૮ ઓગસ્ટે વડાપ્રધાન કાર્યાલયે એક ટવીટ કર્યું છે. વડાપ્રધાને જણાવ્યું તમે જરા કલ્પના કરો, જો કોરોના જેવી મહામારી ર૦૧૪ પહેલા આવતી તો શું સ્થિતિ થતી ? કયારેક ૭૦ વર્ષ તો કયારે ર૦૧૪ એવું શું કર્યું છે સરકારે કે તે ર૦૧૪ પહેલાની સરકારની ક્ષમતા પર કાલ્પનિક પ્રશ્ન ઉઠાવી રહી છે. ઉતાવળમાં લોકડાઉન જેવું પગલું ભર્યું જેનું પરિણામ આર્થિક બરબાદી છે.
એક તરફ ન્યુઝીલેન્ડ છે ૧૦૦ દિવસથી કોરોનાના કોઈ કેસ નથી. એક તરફ ભારત છે જયાં હવે ૬૦,૦૦૦થી વધુ કેસ દરરોજ આવે છે. શું ખરેખર ભારતની સફળતા એટલી મોટી છે ? સફળતા છે પણ ? યાદ કરો માર્ચનો મહિનો ચેનલો અને વર્તમાનપત્રોમાં તબલીગ જમાતના સમાચારો છવાઈ ગયા. લોકોના મગજમાં ઝેર ફેલાયું કે કોરોના તબલીગ જમાતના કારણે ફેલાઈ રહ્યો છે. સ્થિતિ એ થઈ ગઈ કે લોકો ફળ, શાકભાજીવાળાને પણ ધર્મ પૂછવા લાગ્યા ગરીબોને હેરાન કરવા લાગ્યા તે સમયે દરેક તબલીગના સંપર્કને શોધી કાઢવામાં આવ્યો હતો. તેનાથી લાગ્યું કે આપણી પાસે કોન્ટેકટ ડ્રેસીંગની ક્ષમતા છે. આજ ક્ષમતાનો ઉપયોગ વિદેશોથી આવેલા લોકોને શોધવામાં કરવામાં આવ્યો હોત તો દેશને આટલી જલ્દી અથવા ઉતાવળમાં લોકડાઉન સહન ના કરવું પડતું પરંતુ તે પછી તો કોન્ટેકટ ડ્રેસીંગ કયાં ગાયબ થઈ ગયું. ખબર જ ના પડી. ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં અલગથી બતાવાવમાં આવતું હતું કે તબલીગી જમાતના કેટલા લોકોના પોઝિટિવ મળ્યા છે. તેમને સુપર સ્પ્રેડર કહેવામાં આવતા હતા. ચેનલોની તસવીરો પર જાત-ભાતના સ્કેચ બનાવવામાં આવ્યા જેથી આ મહામારીને ધાર્મિક ખલનાયક મળી જાય. હવે તે જ તબલીગના લોકો જામીન મેળવી રહ્યા છે. તેમને પોતપોતાના દેશ જવાની પરવાનગી મળી રહી છે. તેમના ચીફની ધરપકડના વોરન્ટ દરરોજ મીડિયામાં નીકળ્યા હતા. હવે ખબર નહીં તે કેસનું શું થયું. તબલીગના પ્રસંગના થોડા જ અઠવાડિયા પછી અન્ય ધાર્મિક આયોજનોની તમામ તસવીરો આવી છે. મીડિયાએ મોન સાથી લીધું તે એક ધર્મની આડ લઈને બીજા ધર્મને ખલનાયક બનાવી રહ્યા છે જેથી તે પ્રશ્ન પૂછવાની જવાબદારીથી બચી જાય. કારણ કે જે પ્રશ્ન પૂછશે તે સરકારને પૂછવો પડશે. ધર્મનો તો તેમાં રોલ જ નથી. લોકોએ પોતે પણ તહેવારોના સમયે સામાજિક અંતરનું પાલન પણ કર્યું એવા પણ અનેક ઉદાહરણ છ.ે શિવભકત દેવધર અને હરિદ્વાર શ્રોવડ લઈને ના ગયા અને ના તો મસ્જિદોમાં રમઝાન દરમ્યાન નમાઝ થઈ. ઈદની પણ નહીં મીડિયા પોતાની તરફથી માપદંડ બનાવી રહી છે. જયાં પાલન નથી થતું તેને સામાન્ય ઘટના માનીને રદ કરી દે છે. ધાર્મિક પક્ષપાતનું તોફાન ઉભુ કરીગોદી મીડિયા પોતે ધાર્મિક પક્ષપાતની અભેદ દીવાલ બની ચુકી છે. તિરૂપતિ મંદીરના ૭૪૩ કર્મચારી પીડિત થઈ ગયા છે. ત્રણ પુજારીના મોત પણ થઈ ચુકયા છે. મીડિયા રિપોર્ટમાં લખ્યું કે માત્ર ત્રણ પુરજારી મોત થયા છે. આ જ માત્ર લગાવી આપણે કોરોના થતા મૃત્યુની અવગણના કરી રહ્યા છીએ. મૃત્યુ માત્ર એક અથવા માત્ર પણ નથી હોતી. શું તમે ૪૪,૩૮૬ મૃત્યુને માત્ર ૪,,૩૮૬ મૃત્યુ કરી શકો છો ?
– રવિશ કુમાર
Recent Comments