(એજનસી) તા.૩૧
પ્રખ્યાત માનવાધિકાર કાર્યકર ઇરફાન ઇજનેરે કહ્યું છે કે દેશમાં બિનસાંપ્રદાયિકતા જેવા વિચારોને વિવિધ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને સામાજિક સ્તરે સંબંધિત અને મજબૂત બનાવવા માટે વિવિધ સ્તરે હસ્તક્ષેપોની જરૂર પડી રહી છે. વકકોમ મૌલાવી મેમોરિયલ એન્ડ રિસર્ચ સેન્ટર, વકકોમ દ્વારા ‘સેક્યુલરિઝમ સાથેના ભારતના પ્રયતનોઃ ભૂતકાળ અને ભવિષ્યના પડકારો’ જેવા વિષય પર યોજાયેલા વાર્ષિક સંમેલન સમયે પ્રવચન કરતા, શ્રી ઈરફાન ઇજનેર, જે સોસાયટી અને સેક્યુલરિઝમના અભ્યાસ આધારિત મુંબઈ સ્થિત સેન્ટરના ડિરેક્ટર છે. તેમણે કહ્યું કે લોકશાહી અને ધર્મનિરપેક્ષતા જેવા વિચારો અને આઈડિયાને બચાવવા માટે નહેરુવીયન દ્રષ્ટિ અને ગાંધીવાદી આદર્શોને વર્તમાનવાદી રાજકીય પડકારોના સંજોગોમાં સંમિશ્રિત કરવા એ માત્ર એક સક્ષમ અને એકમાત્ર વ્યવસ્થિત વિકલ્પ હોઈ શકે છે. તેમણે કહ્યું કે દેશમાં બિનસાંપ્રદાયિકતાનો વિચાર આપણાં બંધારણમાં સમાયેલ છે. જેમાં રાજ્ય અને વ્યક્તિઓ બંનેની જવાબદારીઓનો સમાવેશ થવો જોઈએ. રાજ્યની હસ્તક્ષેપવાદી ભૂમિકા ત્યારે જ અસરકારક થઈ શકે છે જ્યારે તે નાગરિકો, અને ખાસ કરીને સૌથી જરૂરીયાતમંદોના કલ્યાણ માટે કામ કરે. વ્યક્તિઓ અને નાગરિક સમાજની પણ આવી જ સમાન જવાબદારી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે દરેક સમુદાયોના અધિકારો અને વિશેષાધિકારો મોટાભાગે સમાજના લોકશાહી-બિનસાંપ્રદાયિક આકાંક્ષાઓમાં દખલ ન કરે. શ્રી ઇજનેરે જણાવ્યું હતું કે રાજ્ય જાહેર નૈતિકતા અને કાયદો અને વ્યવસ્થાને આધિન ધાર્મિક પ્રથાઓને મંજૂરી આપી શકે છે, તેમ છતાં તે કોઈ પણ ઓળખને પ્રોત્સાહન આપવા અથવા પ્રચાર કરવા દ્વારા કોઈપણ ધાર્મિક સમુદાયની તરફેણ ન કરે. તેમણે સંસદમાં નાગરિકત્વ (સુધારો) કાયદો પસાર કરવા અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા રજૂ કરાયેલા ‘લવ જેહાદ’ કાયદાઓના દાખલા ટાંક્યા હતા. તેમણે કહ્યું કે, આવી વૃત્તિઓ ભારતીય ધર્મનિરપેક્ષતાના સામાજિક માળખાને નબળા બનાવશે અને તેના દ્વારા બંધારણીય આદર્શોનું મૂલ્ય ઘટશે. આ કાર્યક્રમમાં પીઢ પત્રકાર બી.આર.પી. ભાસ્કર, રાજ્ય આયોજન મંડળના સભ્યો બી. એકબલ અને રવિ રમણ, અને એ પી જે અબ્દુલ કલામ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એસ. યુબે ભાગ લીધો હતો.
(સૌ. : ધ હિન્દુ.કોમ)