(એજન્સી) તા.૧૯
સત્તાવાર ભારતમાં એક નિર્જીવ અસ્તિત્વ એવું છે જે વડાપ્રધાન, તેમના કેબિનેટ સાથીઓ, સામુહિક યુનિયન અને રાજ્ય અધિકારી તંત્ર કરતાં એટલે સુધી કે લશ્કર કરતાં પણ વધુ વગ ધરાવે છે અને આ અસ્તિત્વ એટલે સર્વવ્યાપી સરકારી ફાઇલ.
આમ જોઇએ તો ફાઇલમાં સામાન્યતઃ ફોલ્ડરોમાં કાગળો હોય છે અને જેમાં ફ્લેગ માર્કરર, ટેગ વગેરે જોડવામાં આવેલ હોય છે પરંતુ દેખાવ હંમેશા છેતરામણો હોય છે. ફાઇલ બહારથી ભલે સામાન્ય લાગે પરંતુ આંતરિક રીતે તે જબરદસ્ત સત્તા ધરાવે છે અને ફાઇલ પોતાની વિગતો સાથે ભારતના સૌથી શક્તિશાળી લોકોને પણ ગુલામ બનાવી દે છે અને ફાઇલમાંથી જે ઘટસ્ફોટ થાય છે તે ગમે તેવા ઊંચા લોકો અને શક્તિશાળી લોકોને પણ મુશ્કેલીમાં મૂકી દે છે. ફાઇલ જુદા જુદા સ્તરે જુદી જુદી બાબતો સાથે કામ લે છે. પરંતુ દરેક ફાઇલને પોતાનું એક જીવન હોય છે અને તેથી તેનું પરિણામ ઘણું મહત્વનું હોય છે અને તેથી ફાઇલની વિગતો આપણે એક મોટા જોખમ પર જ તેની ઉપેક્ષા કરી શકીએ. હકીકત એ છે કે આપણામાંના તમામ જીવનના કોઇને કોઇ તબક્કે એક યા બીજી ફાઇલના ગુલામ રહ્યાં છીએ. આમ ભારતમાં પ્રધાનો અને વડાપ્રધાનો આવે છે અને જાય છે પરંતુ સાચા અર્થમાં ફાઇલ ખરેખર કિંગ એટલે કે રાજા જેવી છે. સર્વવ્યાપી સરકારી બાબુઓ દ્વારા ફાઇલની શરૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ ફાઇલ સમગ્ર દેશમાં ધીમે ધીમે પ્રવાસ કરે છે કે જ્યાં આજ અને આવતી કાલનો શબ્દ કાલ એવો થાય છે. અહીં ડેડલાઇન માટે પણ હિંદી શબ્દ સમૂહ ‘દસેક દિનમે’ એવો પ્રયોજાય છે. જેનો અર્થ થાય છે એકથી ૧૦ દિવસમાં. એ રીતે ફાઇલ એક અધિકારીના ડેસ્ક પરથી બીજા અધિકારીના ડેસ્ક પર મંથરગતિએ આગળ વધે છે. ક્યારેક ક્યારેક જૂની ફાઇલ પણ ખુલી જતાં સંબંધીત લોકો પર સંકટ આવી પડે છે.