(એજન્સી) તા.ર૪
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાલથી બે દિવસીય ભારત પ્રવાસ પર પહોંચી ગયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્ની (અમેરિકન ફર્સ્ટ લેડી) મેલાનિયા ટ્રમ્પ પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્ની ઉપરાંત તેમની દીકરી ઈવાન્કા ટ્રમ્પ અને જમાઈ પણ આવી રહ્યા છે. ટ્રમ્પના ભારત પ્રવાસની વચ્ચે વધુ એક ચીજ છે. જે સૌથી વધુ ચર્ચામાં છે તે છે ડોનાલ્ડ ટ્રમ્પને પીરસવામાં આવતું ભોજન. ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પ્રવાસ દરમિયાન બીફ પીરસવામાં આવશે નહીં. ટ્રમ્પના મેન્યુમાં બીફને સ્થાન આપવામાં આવ્યું નથી. સમાચાર મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સાથે આવેલા ગેસ્ટ માટે શાકાહારી ડિશની વ્યવસ્થા કરવામાં આવી છે. સમાચાર મુજબ ડોનાલ્ડ ટ્રમ્પને કેચઅપની સાથે બીફ ખાવું વધુ પસંદ છે. ટ્રમ્પ કોઈપણ દેશના પ્રવાસ પર હોય છે તેમના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ભારત પ્રવાસ પર એવું નથી થયું. અમેરિકન રાષ્ટ્રપતિના નજીકના જેમણે ટ્રમ્પની સાથે અનેક વખત ભોજન આરોગ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમણે કયારે પણ ટ્રમ્પને માત્ર વેજીટેબલ ખાતા નથી જોયા. ટ્રમ્પના નજીકનાએ જણાવ્યું કે, મેં કયારેય ટ્રમ્પને શાકાહારી ભોજન આરોગતા નથી જોયા. તેમણે આ પણ જણાવ્યું કે તે ભોજનની સાથે સલાડ તો ખાય છે પરંતુ માત્ર વેજીટેબલ નહીં. આ સંપૂર્ણ મામલા પર એક પૂર્વ અધિકારીએ જણાવ્યું કે મને ખબર નથી કે આ મામલે શું થશે કારણ કે, ટ્રમ્પ પોતાના ભોજન અંગે ખૂબ જ અનુશાસિત છે. આવામાં ટ્રમ્પે ચીઝ બર્ગરથી કામ ચલાવવું પડશે. અહીં સુધી કે, ડોનાલ્ડ ટ્રમ્પના મનગમતા ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાંથી એક મેકડોનાલ્ડસ ભારતમાં બીફ નથી પીરસતું. ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદ, આગ્રા અને દિલ્હી જશે જ્યાંથી હિન્દુ વસ્તી ગાયની પૂજા કરે છે. ટ્રમ્પ પ્રશાસને આ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે, ભારતના આ વિસ્તારોમાં બીફ ખાવું સારું નથી ગણાતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં લંચ અને ડિનર કરવાના છે.