હિંમતનગર, તા.૨૯
ગુજરાત સહિત દેશમાં આજે હિંદુઓ સુરક્ષિત નથી તેમ આજે હિંમતનગર-ઈડર રોડ પર આવેલ એક મંદિરના શિલાન્યાસ સમારોહમાં સભાને સંબોધતા હિંદુવાદી નેતા પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારને ચારે હાથ લેતા જણાવ્યું હતું કે, દિલ્હીના શાહીનબાગમાં પ્રદર્શનકારીઓ દ્વારા કરાઈ રહેલ ધરણા પ્રદર્શનનો વિરોધ કરી આ પ્રદર્શનકારીઓને તોફાનીઓ ગણાવી ગોધરાકાંડની ઘટના તાજી થઈ હોવાનું જણાવ્યું હતું. શાહીનબાગની ઘટનાને ઘૃણાસ્પદ ગણાવી દિલ્હીમાં ૮૪૦૦૦ની પોલીસફોર્સ હોવા છતાં તેઓ પણ સુરક્ષિત ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાત સહિત દેશમાં હિંદુઓ સલામત નથી તેવું ગાણુ ગાઈ હિંદુઓના હામી હોવાનો દેખાડો કર્યો હતો. આ કાર્યક્રમમાં તોગડિયાએ રાજ્ય-કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.