ભારતીય અમેરિકનોની પ્રથમ અને બીજી પેઢી વચ્ચે અનેક મુદ્દે મતભેદો છે પરંતુ ડેમોક્રેટના ઉપપ્રમુખ પદનાં ઉમેદવાર કમલા હેરિસની પ્રશંસા અને સરાહનાના મુદ્દે તેઓ મહદ્‌અંશે એકબીજા સાથે સંમત છે

(એજન્સી) તા.૭
અમેરિકામાં વસતા ૪૦ લાખ જેટલા ભારતીયોમાં જો બિડેને પોતાના ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરેલ ઉમેદવાર કમલા હેરિસે ભારે ઉત્તેજના જગાવી છે. કમલા હેરિસ મહિલા ઉમેદવાર છે જેઓ આફ્રિકન-અમેરિકન અને ભારતીય અમેરિકન પણ છે.
ઓગસ્ટમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન ખાતે કમલા હેરિસના ઉમેદવારી પત્રના સ્વીકારની ઘટનાને ૨.૨૮ કરોડ દર્શકોએ ટીવી પર નિહાળી હતી. ે ૭, ઓક્ટો.અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ માઇક પેન્સ અને તેમના ડેમોક્રેટિક ચેલેન્જર સેનેટર કમલા હેરિસ વચ્ચે ડિબેટ યોજાનાર છે. મે, ૨૦૦૯થી ભારતીય અમેરિકનોના રાજકીય વલણ અંગે લખ્યું છે. એક રાજદ્વારીના જીવનસાથી તરીકે અમેરિકામાં યોજાયેલ ડાઇસ્પોરા ઇનેન્ટ્‌સથી મારુ કામ વધુ ગહન બન્યું છે.
કમલા હેરિસ ભારતીય અમેરિકનોની બંને પેઢીઓની એટલે કે માતા પિતાઓ અને સંતાનોને અપીલ કરે છે. એ જ રીતે અમેરિકામાં જન્મેલ જનરેશનમાં પણ તેમની અપીલ છે. ભારતીય અમેરિકનોની પ્રથમ પેઢીને કમલા હેરિસ એટલા માટે અપીલ કરે છે કારણ કે સ્વયં કમલા હેરિસે પણ પોતાની ભારતીય માતાના પેરેન્ટીંગની સરાહના કરી છે કે જેઓ એક વૈજ્ઞાનિક હતાં અને આમ કમલા હેરિસ લાખો ભારતીય માતા પિતાઓને અપીલ કરે છે કારણ કે કમલા હેરિસ પારિવારીક મૂલ્યોની ખાસ પ્રશંસા કરે છે. જ્યારે બીજી બાજુ અમેરિકામાં જન્મેલા દેશી પેઢીને હેરિસ એ એક ઇમિગ્રન્ટ બાળક છે અને તેની ઓળખ આ પેઢીને અપીલ કરે છે. ખાસ કરીને ચેન્નઇ સ્થિત પોતાના દાદાનો વારંવાર ઉલ્લેખ કરતાં કમલા હેરિસ આ બીજી પેઢીના દેશીને ખૂબ જ અપીલ કરે છે કે જેઓ આંધ્રપ્રદેશ, ગુજરાત અને તામિલનાડુમાં પોતાના શૈશવકાળના પારિવારીક રજાને યાદ કરે છે. યુવાન દેશી માટે પૂજા, રાહુલ , નંદીની કે વિક્રમ, કમલાદેવી હેરિસ જેવા વંશીય નામો શક્યતાની રાજનીતિનું પ્રતિનિધિત્વ કરે છે જેને ઓબામાના સભ્યોમાં કહીએ તો યસ, વી કેન એવો અર્થ નીકળે છે.
– માઇના ચાવલાસિંહ
(સૌ. : ધ વાયર.ઈન)