(એજન્સી) તા.પ
શિકાગોમાં ભારતીય મૂળની એક ફિઝિશિયન ડૉ.મોહસીના લાલીવાલાને નોર્થશોર યુનિવર્સિટી દ્વારા ર૦૧૭ના ટોચના ડૉક્ટરોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટોપ ડૉક્ટર એવોર્ડ મેગેઝિન.કોમ દ્વારા દર્દીની સારવારમાં ઉચ્ચકક્ષાના ધારાધોરણોને અનુસરવા માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. નોર્થશોર યુનિવર્સિટી હેલ્થ સિસ્ટમમાં ડૉ.લાલીવાલા આઠ વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્ટિસ કરે છે. આ ઉપરાંત તેમને સૌથી શ્રેષ્ઠ ઈન્ટર્ન તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ.લાલીવાલાએ ર૦૦૯માં અમદાવાદની એન.એચ.એલ. મેડિકલ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. પછી તેઓ યુએસ જતા રહ્યા ત્યાં તેમણે મર્સી હોસ્પિટલ એન્ડ મેડિકલ સેન્ટર શિકાગોમાં રહેવાસી તબીબ તરીકે કાર્ય કર્યું. ડૉ.લાલીવાલા જુદા જુદા રોગોના નિદાનમાં નિષ્ણાત છે. તેમની પાસે અમેરિકન બોર્ડ ઓફ ઈન્ટરનલ મેડિસિનનું સર્ટિફિકેટ પણ છે.