(એજન્સી) તા.૧૧
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસની સંધ્યાએ હિન્દુ ફોર હ્યુમન રાઈટ્સ, ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ અને એમેનેસ્ટી ઈન્ટરનેશનલ યુએસએએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. આ પરિષદમાં તેમણે ભારત સરકારને તાત્કાલિક ધોરણે અપીલ કરી હતી કે ગાંધીવાદી શાંતિ કાર્યકર ફૈસલ ખાનને બિનશરતી રીતે મુક્ત કરી દેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ફૈસલ ખાનને ઉત્તરપ્રદેશના મથુરાની જેલમાં એવા ગુના માટે જેલમાં ખોટી રીતે ગોંધી રાખવામાં આવ્યા છે જે કોઈ મામલો જ નથી. ખુદ મંદિરના પૂજારીની મંજૂરી અને આગ્રહ બાદ પોતાના સાથીઓ સાથે નમાઝ પઢનારા ફૈસલ ખાન સામે મંજૂરી આપનારા પૂજારી પર દબાણ કરીને ખોટી ફરિયાદ નોંધવામાં આવી અને તેમને જેલમાં ધકેલી દેવાયા.
ફૈસલ ખાન ખુદાઈ ખિદમતગારના રાષ્ટ્રીય સંયોજક પણ છે જે અનેક ધર્મો વચ્ચે શાંતિ અને કોમી સૌહાર્દ સ્થાપિત કરવાની કામગીરી કરે છે. આ અભિયાનની શરૂઆત સ્વાતંત્ર્ય સેનાની ખાન અબ્દુલ ગફ્ફાર ખાન દ્વારા ૧૯૨૯માં કરવામાં આવી હતી અને ૨૦૧૧માં આ ચળવળને ફરી ફૈસલે આગળ ધપાવી હતી. આ મામલે સુનિતા વિશ્વનાથન કહે છે કે ફૈસલ ખાન એક મુસ્લિમ ગાંધીવાદી શાંતિ કાર્યકર છે. તેમની ધરપકડ નમાઝ પઢવા બદલ કરી લેવામાં આવી એટલે કે એક મુસ્લિમ પ્રાર્થના. એ પણ હિન્દુ ધર્મના પરિસરમાં. જોકે સત્ય એ છે કે ખુદ પૂજારીએ જ તેમને નમાઝ પઢવા માટે આમંત્રિત કર્યા હતા પરંતુ અમુક દિવસોમાં એ પૂજારી દ્વારા જ ફૈસલ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ અને તેમની ૩ નવેમ્બરે ધરપકડ કરી લેવામાં આવી. જેને એક મહિનો થવા આવ્યો છે. ફૈસલ ખાનના લીગલ કાઉન્સિલ કોલિન ગોન્ઝાલ્વિસ કહે છે કે અમારી પાસે વીડિયો અને ફોટા પુરાવા તરીકે છે કે ફૈસલ ખાને મંદિરના પરિસરની બહાર જઈને નમાઝ પઢવા આગ્રહ કર્યો હતો. પરંતુ મંદિરના પૂજારીએ ખુદ તેમને મંદિરના પરિસરમાં જ નમાઝ પઢી લેવા માટે કહ્યું હતું. જોકે તેમ છતાં જજે વીડિયો પુરાવાને ધ્યાનમાં લેવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે ડિફેન્સ પક્ષ પાસે કોઈ પુરાવા નથી.
Recent Comments