(એજન્સી) તા.૯
ચૂંટણી પંચ અને ભારતીય ન્યૂઝ ટીવી ચેનલોએ અમેરિકા પાસેથી ઘણું શીખવાનું છે. ટ્રમ્પ પ્રશાસને છેલ્લા ચાર વર્ષમાં સરકાર, અમેરિકાની લોકતાંત્રિક સંસ્થાઓ અને રાષ્ટ્રના સામાજિક માળખાના પ્રત્યેક પાસામાં હાહાકાર મચાવ્યો હતો. પહેલેથી જ એક વાત સ્પષ્ટ હતી કે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટણી બાદ કોવિડ-૧૯ અને મોટી સંખ્યામાં પોસ્ટલ બેલોટ્સને કારણે સમસ્યા ઊભી થનાર છે અને માટે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટલ બેલોટને ગેરકાયદે ઠરાવવાનો પ્રયાસ કર્યો હતો અને રીપબ્લિકન સમર્થકોને મતદાન કરવાની ફરજ પાડી હતી. આ બાબતે તેઓ દિવસોથી બુમરાડ મચાવી રહ્યાં હતાં કારણ કે તેમને ખાતરી હતી કે તે તેમની વિરુદ્ધ જશે. તેમ છતાં વોટીંગ શિડ્યુલ અલગ અલગ રાખવામાં આવ્યાં ન હતાં. જો અમેરિકા તાત્કાલિક મત ગણીતરી કરી શકે અને ઝડપથી પરિણામો લાવી શકે અને એ પણ મેન્યુલ કાઉન્ટીંગમાં. તો પછી આપણે ત્યાં રાજ્યની ચૂંટણીઓમાં કેમ આ શક્ય નથી ? એટલું જ નહીં જ્યારે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં મત ગણતરીની પ્રક્રિયામાં છેતરપિંડી થઇ છે એવો આક્ષેપ કર્યો હતો ત્યારે એબીસી, એનબીસી અને સીબીએસ જેવા અમેરિકન બ્રોડકાસ્ટ નેટવર્ક કે તેમની પત્રકાર પરિષદનું પ્રસારણ કાપી નાખ્યું હતું અને નેટવર્કે જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ કોઇ પણ જાતના પુરાવા વગર જૂઠુ બોલી રહ્યાં છે. તેથી તેઓ તેમના ખોટા દાવાનું પ્રસારણ કરી શકે નહીં, જ્યારે આપણે ત્યાં આવું શક્ય નથી. કોઇ પણ પત્રકારે આ હિંમત માટે પ્રશંસા કરવી જોઇએ, પરંતુ ભારતના ટીવી એન્કરો આવું કરતાં નથી. ભારતના ટીવી એન્કરો જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પદ સામે ઘુંટણીયે પડી ગયાં છે એટલી હદે કોઇ પત્રકાર નિર્બળ જોવા મળ્યાં નથી. મોટા ભાગના અમેરિકન મીડિયા પહેલેથી વ્હાઇટહાઉસની આમને સામને હતાં જ્યારે તેની સામે ભારતીય સમાચાર ચેનલો મોદી સરકાર દ્વારા ભારતીય પ્રજા સમક્ષ જે અસંખ્ય જૂઠાણા ફેલાવવામાં આવ્યાં છે તેમાં તેઓ પોતાની મરજીથી ભાગીદાર રહ્યાં છે. મોદી સરકાર અને ભાજપને લાગેવળગે છે ત્યાં સુધી ભારતમાં પત્રકારોએ આપણા વ્યવસાયને પ્રત્યેક શક્ય રીતે બદનામ કર્યો છે અને તેનું કારણ ભારતીય ટેલિવિઝન છે. તેમને વાસ્તવિક પત્રકારત્વને અનુસરતા કોણ અટકાવે છે ? તેઓ મોદી સાથે સેલ્ફી લેવામાં કેમ રાચે છે ? આરએસએસના મોહન ભાગવતને ફ્રી એરટાઇમ કેમ આપે છે ? કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બંગાળમાં ચૂંટણી મુલાકાતને કેમ પ્રાધાન્ય આપે છે ? તેઓ અમિત શાહને તેમના અદ્રશ્ય થવા, તેમની તંદુરસ્તી અને રાષ્ટ્રની દયનીય સ્થિતિમાં તેમની ભૂમિકા અંગે કેમ પ્રશ્ન પૂછતાં નથી ? મોદીના મોર સાથેના વાહિયાત વીડિયો કેમ પ્રસારીત કરે છે ? અત્રે ઉલ્લેખનીય છે કે મુક્ત, નિર્ભય અને નિખાલસ પ્રેસ વગર કે મુક્ત સામૂહિક માધ્યમો વગર કોઇ પણ લોકતંત્ર કામ કરી શકે નહીં.
Recent Comments