(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૫
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ ન મળ્યો, પણ દેશભરમાંથી તેમને ઘણું સન્માન મળી રહ્યું છે. હવે મ્ઝ્રઝ્રૈં બાદ રાજ્ય સરકારે પણ પ્લેયર્સની માટે ઇનામનો ઘોષણા કરી છે.
મ્ઝ્રઝ્રૈં ટીમ માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવાની તૈયારીમાં છે. ટીમ બુધવારે દિલ્હી પહોંચશે. દરેક પ્લેયરને ૫૦-૫૦ લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના મેમ્બરને ૨૫-૨૫ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં નોટઆઉટ ૧૭૧ રન બનાવનારી હરમનપ્રીત કૌરને પંજાબ પોલીસમાં ડ્ઢજીઁ પદ ઓફર કર્યું છે. પંજાબના રહેનારી હરમનપ્રીતે થોડા વર્ષો પહેલા પોલીસની નોકરી માટેની પ્રયત્ન કર્યો હતો. હરમન હાલમાં રેલવેમાં કામ કરી રહી છે.વર્લ્ડ કપમાં ઉમદા પરફૉર્મન્સ કરવા માટે મધ્ય પ્રદેશ સરકાર તરફથી ૫૦ લાખ રૂપિયા ઈનામ તરીકે ટીમને આપવામાં આવશે. શિવરાજ સરકારે આ જાહેરાત કરી છે.ખેલ મંત્રાલય તરફથી યોજાનારા પ્લેયર્સના સન્માન સમારોહમાં ઁસ્ મોદી સાથેની મુલાકાતની પણ વ્યવસ્થા થશે.
રેલ મંત્રી સુરેશ પ્રભુ જાહેરાત કરી ચુક્યા છે કે, ટીમની જે પ્લેયર્સ રેલવેમાં કામ કરે છે તેમને સમય પહેલા જ પ્રમોશન આપવામાં આવશે. ભારતીય ટીમની ૧૫ પ્લેયર્સમાંથી ૧૦ રેલવે સાથે જોડાયેલી છે. તેમાં કેપ્ટન મિતાલી રાજ અને વાઇસ કેપ્ટન હરમનપ્રીત કૌર પણ સામેલ છે. અન્ય પ્લેયર્સમાં એકતા બિષ્ટ, પૂનમ રાઉત, વેદા કૃષ્ણમંત્રી, પૂનમ યાદવ, સુષમા વર્મા, મોના મેશરામ, રાજેશ્વરી ગાયવકવાડ અને નુઝહત પરવીન શામેલ છે.