(એજન્સી) લોસ એન્જલસ, તા.૮
ભારતીય મૂળના અમેરિકી કલાકાર અઝીઝ અન્સારીએ માસ્ટર ઓફ નન માટે ૭પમાં ગોલ્ડન ગ્લોબ એવોડ્‌ર્સમાં ટેલિવિઝન સિરિઝ-મ્યુઝિકલ/કોમેડી વર્ગમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીતી લીધો છે. પુરસ્કાર મેળવતા તેમણે કહ્યું કે મને ખરેખર નહોતું લાગતું કે હું જીતીશ કારણ કે દરેક વેબસાઈટ્‌સ કહી રહી હતી કે હું હારી જઈશ. મને આ પુરસ્કાર જીતવાની ખૂબ જ ખુશી છે કારણ કે, સતત બે વખત હાર્યા બાદ ખરેખર હું ખૂબ જ નિરાશ હતો. આ અન્સારીનો બીજો ગોલ્ડન ગ્લોબ નામાંકન અને પહેલી જીત છે. આ પહેલાં ર૦૧૬માં તેમને માસ્ટર ઓફ નન માટે જ નામાંકિત કરવામાં આવ્યા હતા. અન્સારીએ માસ્ટર ઓફ નનના સાથી કલાકારો અને ટીમના અન્ય સભ્યો અને પોતાના માતા-પિતાની સાથે જ હોલીવુડ ફોરેન પ્રેસનો આભાર માન્યો. એકટ્રેસ નિકોલ કિડમનને બિગ લિટ્‌સ લાઈસમાં તેમની શ્રેષ્ઠ ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારથી જવાજવામાં આવ્યા. બીજી તરફ એલિઝાબેથ મોસે પોતાની જીતનો સિલસિલો અહીંયા પણ યથાવત રાખતા ધ હૈંડમેડ્‌સ ટેલ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી ડ્રામા ટીવી શ્રેણીમાં પુરસ્કાર જીત્યો.