(એજન્સી) લંડન, તા.૯
ભારતીય મૂળની એક આઠ વર્ષીય વિદ્યાર્થિનીએ બ્રિટનના “મેથેમેટિકન હોલ ઓફ ફેમ”માં જગ્યા બનાવી છે. મેથેમેટિક્સ હોલ ઓફ ફેમ પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગણિતની સ્પર્ધાનો ઓનલાઈન મંચ છે. સોહિની રાય ચૌધરીએ બ્રિટન અને બીજા દેશોના વિદ્યાર્થીઓથી સ્પર્ધા કરતા ઝડપી તથા સચોટ સાથે ગણિતના પઝલોને સોલ્વ કર્યા બાદ ટોપ-૧૦૦ વર્લ્ડ હોલ ઓફ ફેમમાં જગ્યા બનાવી હતી. તેના પિતા મેનક રોય ચૌધરીએ કહ્યું કે, તેને લાઈવ હોલ ઓફ ફેમમાં જગ્યા બનાવવા માટે ઓનલાઈન લર્નિંગના માહોલમાં ગણિતના સવાલને સોલ્વ કરવામાં ખૂબ જ મજા આવે છે. સોહિનીના પરદાદા ડીએન રોય સ્કોટલેન્ડના એક ક્વોલિફાઈડ લોકોમોટિવ એન્જિનિયર હતા અને ભારતીય રેલવે માટે કામ કર્યું હતું. હું કહીશ કે સોહિનીને આનુવાંશિક રૂપથી ગણિતમાં રૂચિ વિરાસતમાં મળી છે. સોહિની મોટી થઈને ડોક્ટર બનવા માંગે છે.