(એજન્સી) નવી દિલ્હી, તા.ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિદેશોમાં કાર્યરત ભારતીય રાજદૂતો સાથે બેઠક યોજી હતી. વિદેશ નીતિ અંગે આયોજિત પણ દિવસીય સંમેલનના અંતિમ દિવસે મોદીએ આ ગોષ્ઠિ યોજી હતી.
આ પ્રસંગે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, ભારત એક વૈશ્વિક દેશ છે અને વર્તમાન સમયમાં ભારતની પ્રતિષ્ઠાએ નવી ઊંચાઈઓ સર કરી છે. મોદી વડાપ્રધાન બન્યા બાદથી ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજદૂતો સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતની હરીફાઈ આખા વિશ્વ સાથે છે અને દેશનો વિકાસ જ સૌથી મોટી સફળતા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે ટ્‌વીટ કરી આ સંમેલનની માહિતી આપી હતી. આ સંમેલનમાં ભારતની વિદેશ નીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દેશની અગ્રતા ક્રમની નીતિઓ અંગે ચર્ચા કરાઈ હતી.