(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૬
પુલવામામાં થયેલા આંતકવાદી હુમલામાં ભારતીય સેનાનાં જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી જવાનોની સહાદતનો બદલો લેવાની માંગ સાથે પાકિસ્તાન સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો ત્યારે આજે વહેલી સવારનાં સુમારે ભારતીય વાયુ સેનાએ પીઓકેમાં બોંબમારી કરી આંતકીઓનો ખાત્મો બોલાવી દેતા આણંદ જિલ્લાનાં મુસ્લિમ સમાજએ ભારતીય વાયુ સેનાની કામગીરીને બિરદાવી છે,આણંદનાં જમીઅતે ઉલેમાએ હિંદનાં જનરલ સેક્રેટરી એમ.જી ગુજરાતીએ જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેનાં દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનની સીમામાં જૈસનાં કેમ્પ પર બોંબમારી કરીને આંતકીઓનો ખાત્મો બોલાવી દઈ આંતકી હુમલાનો બદલો લીધો છે,ભારતની સામે આંખ ઉંચી કરનારાઓને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
આણંદનાં પીરે તરીકત કારી શબ્બીરશાહ ઉર્ફે કારીબાપુ ,પીરે તરીકત સૈયદ જલાલીબાપુ કારંટાવાળા,પીરે તરીકત સૈયદ અબરારહુશેન અશરફી તેમજ પીરે તરીકત સૈયદ ઝાકીરબાપુ મીના મસ્જીદવાળા,આણંદ શહેર મુસ્લિમ વેલ્ફેર ટ્રસ્ટનાં ચેરપરસન હાજી મુસ્તુફામિંયા ઠાકોર (નિવૃત્ત વર્ગ-૧ અધિકારી),ખ્વાજા ગરીબ નવાઝ બયતુલમાલ વકફ ટ્રસ્ટનાં પ્રમુખ હાજી એમ યુ.મિરઝા (નિવૃત્ત ડીવાયએસપી),ઉમ્મીદ ગૃપનાં પ્રમુખ રીયાઝ ઉર્ફે રીલુ,ઉપપ્રમુખ ટીકુભાઈ કાજલ,આણંદ શહેર સેન્ટ્રલ મહોરમ કમીટીનાં પ્રમુખ શાહરૂખબેગ મિરઝા,ઉપપ્રમુખ સઈદઅહેમદ મલેક,અલ-ખૈર ગૃપનાં મોઈન મહેતાજી, યુવા કાર્યકર અસીમ ખેડાવાળા,સલીમશા દિવાન કાઉન્સિલર,પાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ અબ્દુલરસીદ કાજલ રોડવેઝ,હાજી સિંકદરભાઈ માસ્ટર,સરવર ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ યાવરહુશેન ઠાકોર,જમીઅતે ઉલેમાનાં આણંદ જિલ્લા પ્રમુખ મુફતી ઈલ્યાસ સોજીત્રાવાળા, જાવેદ માસ્ટર સોજીત્રા,તારાપુરનાં નોટરી એડવોકેટ યાસીનભાઈ વ્હોરા,ઈદ્રીસભાઈ દવાવાળા, પેટલાદનાં ઈમદાદઅલી બાપુ,બોરસદનાં દસ્તગીરખાન પઠાણ,આંકલાવનાં ડા.ઈરફાન રાઠોડ,કાઉન્સીલર રોશનબેન મેમણ,કાઉન્સિલર સહીદાબેન વ્હોરા,ખંભાતનાં જાનિસાર શેખ,ઈફતેખાર યમની ઉમરેઠનાં હાજી ગુલામકાદર વ્હોરા,હાજી ગુલામ કેરીવાળા,મોહસીનભાઈ ઉર્ફે અજીતભાઈ વ્હોરા,સહીત જિલ્લા ભરનાં મુસ્લિમ આગેવાનોએ પાકિસ્તાનની સીમામાં જઈ સર્જીકલ સ્ટ્રાઈક કરનારા વાયુદળનાં જવાનોને બિરદાવ્યા છે.