ઓપન્સ ડોર્સ ર૦ર૦ના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકામાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ચીનથી આવે છે અને સતત ૧૬ વર્ષથી આ સંખ્યા વધી રહી છે. ર૦૧૯-ર૦માં અમેરિકામાં ૩,૭ર,૦૦૦થી વધુ ચીનના વિદ્યાર્થીઓ હતા

(એજન્સી) તા.૧૮
ભારતીય વિદ્યાર્થીઓએ ર૦૧૯-ર૦ના એકેડમિક વર્ષમાં અમેરિકી અર્થતંત્રમાં ૭.૬ અબજ ડોલરનું યોગદાન આપ્યું હતું. જોકે ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં ૪.૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓપન્સ ડોર્સ ર૦ર૦ના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકામાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ચીનથી આવે છે અને સતત ૧૬ વર્ષથી આ સંખ્યા વધી રહી છે. ર૦૧૯-ર૦માં અમેરિકામાં ૩૭ર૦૦૦થી વધુ ચીનના વિદ્યાર્થીઓ હતા. આ મામલે ચીન પછી ભારતનું નંબર આવે છે. જોકે આ એકેડમિક વર્ષમ તેમની સંખ્યા ૪.૪ ટકા ઓછી થઇને ૧૯૩૧ર૪ રહી ગઇ છે. અમેરિકાના સ્ટેટસ બ્યૂરો ઓફ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ અફેર્સ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાન દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર અમેરિકામાં સતત પાંચમા વર્ષે એકેડમિક વર્ષમાં ૧૦ લાખથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવ્યા હતા. જોકે ર૦૧૯-ર૦ના એેકેડમિક વર્ષમાં અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો ૧.૮ ટકાનો નોંધાયો હતો. હજુ પણ અમેરિકી ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં તમામ વિદ્યાર્થીઓના પ.પ ટકા આ વિદ્યાર્થીઓ છે. અમેરિકી વાણિજ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર વિદેશી વિદ્યાર્થીઓમાં ર૦૧૯માં ભારતના અર્થતંત્રમાં ૪૪ અબજ ડોલરનું યોગદાન આપ્યું હતું. જેમાંથી ભારતીય વિદ્યાર્થીઓએ ૭.૬૯ અબજ ડોલરનું યોગદાન આપ્યું હતું.