નવી દિલ્હી,તા.૧૬
ભારતીય મહિલા ટીમે ૨૦૨૧માં થનાર વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લીધું છે. ૈંઝ્રઝ્રની ટેક્નિકલ કમિટીએ વુમન્સ ચેમ્પિયનશિપની ત્રણ સીરિઝ રદ્દ કરી દીધી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ગયા વર્ષે ૩ મેચની સીરિઝ પણ બંને દેશ વચ્ચેની પરિસ્થિતિને જોતા રદ્દ કરવામાં આવી હતી. ચેમ્પિયનશિપ પછી ઓસ્ટ્રેલિયા ૩૭ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું. ઇંગ્લેન્ડ ૨૯ પોઇન્ટ સાથે બીજા, દક્ષિણ આફ્રિકા ૨૫ પોઇન્ટ સાથે ત્રીજા અને ભારત ૨૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાને રહ્યું હતું.
આ સિવાય યજમાન ન્યૂઝીલેન્ડને પણ જગ્યા મળી ગઈ છે. અન્ય ત્રણ ટીમનો નિર્ણય ક્વોલિફાયર્સથી થશે. વર્લ્ડ કપ આવતા વર્ષે ૬ ફેબ્રુઆરીથી ૭ માર્ચ દરમિયાન રમાશે. પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા હવે બાંગ્લાદેશ, આયર્લેન્ડ, થાઈલેન્ડ, ઝિમ્બાબ્વે, પાપુઆ ન્યૂ ગિની, યુએસ અને નેધરલેન્ડ વચ્ચે જુલાઈમાં ક્વોલિફાયર્સ રમાશે. ક્વોલિફાયર્સ ૩થી ૧૯ જુલાઈ દરમિયાન શ્રીલંકામાં રમાવવાનો છે, પરંતુ કોરોનાને કારણે ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી શકે છે.