(એજન્સી) નવી દિલ્હી,તા.૧
પાકિસ્તાની સૈન્યનું હેલિકોપ્ટર ભારતીય સરહદમાં ઘૂસી તો આવ્યું પણ તેની સાથે મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ. લાઈન ઓફ કંટ્રોલ પર પૂંછ સેક્ટરમાં ઘૂસી આવેલા હેલિકોપ્ટરને ભારતીય સુરક્ષા બળોએ તોડી પાડવાની તૈયારીમાં જ હતાં. જો આમ થાત તો મોટો અકસ્માત થઈ શકે તેમ હતો.
ભારત પાકિસ્તાનના જે હેલિકોપ્ટરને તોડી પાડવાની ફિરાકમાં હતું તેમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના વડાપ્રધાન રજા ફારૂક હૈદર સવાર હતાં. આ હેલિકોપ્ટર ભારતીય સરહદમાં ૧૦ કિલોમીટર સુધી ઘૂસી આવ્યું હતું અને બેથી ત્રણ મિનિટ ચક્કર લગાવતું રહ્યું હતું.
અચાનક ઘૂસી આવેલા પાકિસ્તાની હેલિકોપ્ટર પર ભારતીય જવાનોએ જમીન પરથી જ હેલિકોપ્ટરને નિશાન બનાવતા ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના બે ફાઈટર જેટ્‌સ પણ રવાના કરી દેવામાં અવ્યા હતા, જેથી કરીને હેલિકોપ્ટરને ઘેરી શકાય. સફેદ અને વાદળી રંગની પટ્ટીઓ ધરાવતું આ હેલિકોપ્ટર થોડી વાર બાદ જ પીઓકેના કાહુટા વિસ્તારમાં પાછુ ફર્યું હતું.
એક સૂત્રના જણાવ્યા પ્રમાણે, અમારા હવાઈ સુરક્ષાએ જે સમયે તે હેલિકોપ્ટરને ભારતીય સરહદમાં પ્રવેશતા જોયું, તે સમયે હેલિકોપ્ટર સારી એવી ઊંચાઈએ હતું. સુરક્ષાકર્મીઓએ ગ્રાઉન્ડ પરથી જ તેને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને થોડી જ મીનિટોમાં જ તે હેલિકોપ્ટર પાકિસ્તાની સરહદમાં પરત ફર્યું. પાકિસ્તાનના કેટલાક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, તે હેલિકોપ્ટરમાં ર્ઁદ્ભના વડાપ્રધાન સવાર હતાં, જો કે અમે તેની પુષ્ટી નથી કરતા.