(એજન્સી) શ્રીનગર, તા.૫
ભારતીય સેનાએ લોકો સાથે સંબંધો મજબૂત બનાવવા કાશ્મીર ખીણમાં ‘પ્રતિક્રિયા અને ફરિયાદો મેળવવા’ હેલ્પલાઈન શરૂ કરી છે. આ હેલ્પલાઈન ચિનાર કોર્પસ અથવા ૧૫ કોર્પસના નેજા હેઠળ શરૂ કરાઈ છે. આ કોર્પસ એલઓસીની સુરક્ષા કરે છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘ભારતીય સેના અને લોકો સાથે સંબંધો વધુ મજબૂત બનાવવા અને સંપર્કો સ્થાપિત કરવા અવામ અને જવાન તરીકે ઓળખાતી લોકોની મુશ્કેલીઓ અને ફરિયાદો સાંભળવા માટે ‘પ્રતિક્રિયા અને ફરિયાદો મેળવવા’ના નામ હેઠળ હેલ્પલાઈન શરૂ કરાઈ છે.’ એમણે કહ્યું કે, હેલ્પલાઈનનો નં.૯૪૮૪૧૦૧૦૧૦ છે. સેના સાથે ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા પણ સંપર્ક કરી શકાશે. સારા સમયમાં હમસાયા નામથી અવામ સાથે સરકાર જોડાઈ હતી અને હવે પડકારોના સમયે અવામ-જવાન નામથી લોકો સાથે જોડાવાની પ્રક્રિયા છે જેથી ખીણમાં શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના થઈ શકે.