(એજન્સી) શ્રીનગર, તા.૧
ભારતીય સેનાએ ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના ભીમબર સેક્ટરમાં પાકિસ્તાની સેનાના બે સૈનિકોને ઠાર કર્યા હતા. પાકિસ્તાન દ્વારા એલઓસી પર સવારે પોણા નવ વાગે સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું. સેનાએ ફાયરિંગનો જડબેસલાક વળતો જવાબ આપી પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા હતા. જેની પાકિસ્તાને પૃષ્ટિ કરી હતી. બીજી તરફ ઉત્તર કાશ્મીરના બાંદીપુરામાં સુરક્ષા દળોએ લશ્કરના એક આતંકીને ઠાર કર્યો હતો. ભારતીય સેનાએ સરહદ પર પાકિસ્તાન સેનાની એક ચોકીને ઉડાવી દીધી હતી. આ ચોકી પરથી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવાતી હતી. છેલ્લા ઘણા દિવસોથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. લાઈન ઓફ કંટ્રોલ પર સતત ફાયરિંગથી યુદ્ધ જેવી હાલત છે. સત્તાવાર આંકડા બતાવે છે કે, ર૦૧૮ના બે માસમાં પાકિસ્તાને ૪૧૧ વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો. નોર્થ કાશ્મીરમાં રામપુર અને ઉરીમાં ૧૦પ એમએમ તોપોનો પ્રયોગ કરાયો. ર૦૦૩ પછી ભારતે પહેલીવાર તોપોથી જ જવાબ આપ્યો. ઉત્તર કમાન્ડ આર્મીના અનુમાન મુજબ ૪૦૦ આતંકી એલઓસી પાર કરવા ટાંપીને બેઠ્યા છે. બરફ આંગળવાની સાથે ઘૂસપેટ કરશે. તે માટે પાકિસ્તાની સેના મદદ કરશે.