(એજન્સી) તા.૧૩
વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ. જનરલ શરથ ચાંદે ર૦૧૮-૧૯માં ફાળવવામાં આવેલા સૈન્ય બજેટને અપૂરતો ગણાવી મોદી સરકારની ટીકા કરી હતી. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી હતી કે ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલી ઘણી યોજનાઓ પર આ અપૂરતા બજેટને કારણે ગંભીર અસર થશે. સંરક્ષણ માટે નિમવામાં આવેલી સંસદની સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મૌખિક જુબાની આપતાં લેફ. જનરલ ચાંદે કહ્યું હતું કે બજેટે અમારી આશાઓ તોડી નાંખી છે. જે પ્રાપ્ત કરવામાં આવ્યું છે તે ખરેખર અડચણો છે. બીઈમાં થયેલો સીમાંત વધારો ફુગાવા માટે જવાબદાર છે અને તે કરવેરા માટે પણ સગવડ કરતો નથી. આધુનિકીકરણ માટે આપવામાં આવેલા ર૧,૩૩૮ કરોડ રૂપિયા અપૂરતા છે. ૧રપ ચાલુ યોજનાઓ માટે ર૯,૦૩૩ કરોડની ચૂકવણી માટે પણ પૂરતો નથી. અમે ભારતીય સૈન્યમાં ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ લગભગ રપ જેટલી યોજનાઓ શરૂ કરી હતી પરંતુ આ યોજનાઓ માટે પૂરતો બજેટ નથી. જેના પરિણામે આમાંથી ઘણી યોજનાઓ બંધ કરવી પડી. લેફ. જનરલ ચાંદે કહ્યું કે, અમે સૈન્યમાં ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર હોય તેવા વાહનો બનાવવાનો વિચાર કરીએ છીએ પરંતુ જેવી રીતે બજેટની ફાળવણી કરવામાં આવે છે. આ યોજનાના અમલમાં થોડા વર્ષોનો વિલંબ થશે. મને ખાતરી નથી કે ભવિષ્યમાં શું થશે. ઓછા બજેટની ફાળવણી માટે લેફ. જનરલ ચાંદની ટીકા ભારતીય લોકશાહીમાં સ્થાપિત પરંપરાના પ્રકાશમાં મહત્ત્વની બાબત છે. જે લોકશાહીમાં સામાન્ય રીતે પદ પર રહેલા સેનાપતિઓ સરકારની નીતિઓની નિંદા કરતાં નથી.